1. News
  2. આદિવાસી સમાજ
  3. “સંતોનો માનવસેવા સંકલ્પ” કપરાડા ના આમધા ગામે નિરાધાર વૃદ્ધ મહિલાને સહાય !

“સંતોનો માનવસેવા સંકલ્પ” કપરાડા ના આમધા ગામે નિરાધાર વૃદ્ધ મહિલાને સહાય !

Share

Share This Post

or copy the link

“સંતોનો માનવસેવા સંકલ્પ” કપરાડા ના આમધા ગામે નિરાધાર વૃદ્ધ મહિલાને સહાય

“માનવસેવા એજ પ્રભુસેવા”આ સિદ્ધાંતને સાકાર કરતા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના સંતોએ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલી આમધા ઝરી ફળિયામાં નિરાધાર વૃદ્ધ મહિલા, કાંતાબેન કાળુભાઈ વધમાર્યાની મદદ કરી.

પતિ અને પુત્રના અવસાન પછી કાંતાબેન નિરાધાર અને અસહાય બની ગયા. આ પરિસ્થિતિમાં, શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજી સલવાવ, વિજ્ઞાન વલ્લભ સ્વામી મોટાપોંઢા, રામ સ્વામી, માધવ સ્વામી તેમજ શિરીષભાઈ હિરપરાએ તેમને તાત્કાલિક મદદ પહોંચાડી. તેમણે જીવન જરૂરી સામગ્રી પૂરું પાડીને કાંતાબેન માટે રહેવાસની વ્યવસ્થા કરવાની પહેલ કરી.

ગ્રામજનોનો સહકાર અને એકતાનું પ્રદર્શન
આ હકારાત્મક પહેલથી ગામમાં માનવતાની અનોખી લાગણી પેદા થઈ. જીતેશભાઈ વધમાર્યાની જાણકારી બાદ તરત જ સંતોએ નવા ઘરની વ્યવસ્થા શરૂ કરી. સ્થાનિક મહિલાઓ અને યુવાનો સ્વયંસેવક બનીને સહાય માટે આગળ આવ્યા.

શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા ઘર બનાવવા માટે જરૂરી સામગ્રીઓ – સિમેન્ટ, પતરા, થાંભલા પૂરા પાડવામાં આવ્યા.

સંતોની સમાજસેવા પ્રતિજ્ઞા શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીએ જણાવ્યું કે, “સામાજિક જવાબદારી નિભાવવી દરેકનું કર્તવ્ય છે. અસહાય લોકોની સેવા એ માનવધર્મ અને આધ્યાત્મિક માર્ગ છે.” તેઓએ ગ્રામજનોની કોઈ પણ પ્રકારની આવશ્યકતાઓ માટે હંમેશા સજ્જ રહેવાની પ્રતિજ્ઞા લીધી.

સંતોની હાજરી અને આનંદનો માહોલ આ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે, સંતોની ઉપસ્થિતિથી સમગ્ર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો. ગ્રામજનોઅને મહિલાઓએ તેમની મદદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ માત્ર એક વૃદ્ધ મહિલાને આશરો પૂરું પાડવાની ઘટના નહોતી, પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.

આ સેવા ભાવિ કાર્ય ભવિષ્યમાં પણ અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડશે અને માનવસેવાનો શ્રેષ્ઠ ઉદાહરણ બની રહેશે.

Ad.

“સંતોનો માનવસેવા સંકલ્પ” કપરાડા ના આમધા ગામે નિરાધાર વૃદ્ધ મહિલાને સહાય !
Comment

Your email address will not be published. Required fields are marked *