
હરિદ્વારમાં 4 કરોડ વાલરામ ચાલીસાના પાઠની અપીલ કરી
દેશના 9 રાજ્યના અનેક વિસ્તારોમાં પડકારો વચ્ચે કચ્છી સંત પગે ચાલ્યા છતાં ક્યાંય વિઘ્ન આવ્યું નથી
હરીદાસજી મહારાજ 3200 કિ.મી.ની પદયાત્રા કરી કન્યાકુમારી પહોંચ્યા હરિદ્વારથી કન્યાકમારીની ઇતિહાસ નોંધ લે તેવી પઘ્યાત્રા કચ્છી સંત હરિદાસજી મહારાજે હરિદ્વારથી કન્યાકુમારી સુધીની 3200 કિલોમીટર લાંબી કઠિન પદયાત્રા શરૂ કરી હતી.જે
217માં દિવસે સંપન્ન થઇ હતી.
18મી ફેબ્રુઆરીએ મુંબઈના વાસી ફાર્મ ખાતે સાંજે 5 થી 10 દરમ્યાન સંધ્યાપાઠ વગેરેના કાર્યક્રમમાં મહારાજશ્રી ભાગ લઇ હરિભક્તોને આશીર્વચન આપશે
કન્યાકુમારી ખાતે માતાજીના દર્શન કરી મહારાજે વિશ્વકલ્યાણની કામના કરી હતી.કોઈ પણ જાતના
વિઘ્ન વગર પદયાત્રા પૂર્ણ કરી હતી.
મહારાજે જણાવ્યું કે, હજારો ભાવિકોએ આ યાત્રાની કામના કરી હતી. ખાસ કરીને બહેનોએ તો ખૂબ જ પ્રાર્થના કરી હતી જેના ફળ સ્વરૂપે 217 દિવસમાં પગે
ચાલીને ગંતવ્યસ્થાને પહોંચ્યા છીએ.9 રાજ્યના અનેક વિસ્તારોમાં પડકારો વચ્ચે પગે ચાલ્યા છતાં ક્યાંય કોઈ વિઘ્ન આવ્યું નથી.
અયોધ્યામાં ભગવાન રામને પોતાનું નવું ઘર મળ્યું અને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ, આ દિવસોમાં એક સત્કાર્ય માટે પોતે નીકળ્યા હોવાથી તેનો આનંદ બેવડો હતો.
પદયાત્રા દરમ્યાન દરેક પ્રાંતના વચ્ચે આવતા વિસામા વખતે સહકાર મળ્યો, આશરો મળ્યો અને વ્યવસ્થા પણ થતી આવી અને સૌના કરતાં યાત્રા થોડી વહેલી પૂર્ણ થઈ છે.તેમણે હરિદ્વારમાં 4 કરોડ વાલરામ ચાલીસાના પાઠની અપીલ કરી હતી.
હરિદ્વારથી કન્યાકુમારી પદ યાત્રા દરમ્યાન કનૈયાલાલ
કટારિયા, ખીમજીભાઈ ભદ્રા, જિજ્ઞેશ ટાંક, ગિરીશ ગોરી, નીલેશ ભાનુશાલી સાથે રહ્યા હતા. અંતિમ પડાવમાં કચ્છી આશ્રમ હરિદ્વારના ટ્રસ્ટી તુલસીભાઈ દામા, મેહુલ પટેલ સાથે રહ્યા હતા.

હરિદ્વારથી કન્યાકુમારીની ઇતિહાસ નોંધ લે તેવી પઘ્યાત્રા
પદયાત્રાના સાક્ષી રહેલા ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસે જણાવ્યું કે, ઓધવરામજી મહારાજ અને
વાલરામજી મહારાજની કૃપાથી આ યાત્રા પહોંચી છે તેનો સૌને આનંદ છે. આ પ્રસંગ ઐતિહાસિક અને
ઇતિહાસ નોંધ લે તેવો છે.કઠિન પદયાત્રા મહારાજે સરળતાથી પૂર્ણ કરી છે તે એક પરમ શક્તિને આભારી છે.
18 ફેબ્રુઆરીએ વાસીમાં આશીર્વચન આપશે
દરમ્યાન 18મી ફેબ્રુઆરીએ મુંબઈના વાસી ફાર્મ ખાતે સાંજે 5 થી 10 દરમ્યાન સંધ્યાપાઠ વગેરેના કાર્યક્રમમાં મહારાજશ્રી ભાગ લઇ હરિભક્તોને આશીર્વચન આપવાના છે.
Ad..











