
યજ્ઞોપવિત સંસ્કાર શુક્રવારે કિશન’ ચિ. રુદ્રને આપવામાં આવ્યા હતા. સમગ્ર પ્રસંગનું આયોજન ખાટાભાઈ, હરીશંકરભાઈ જોપી, કિશોરભાઈ ખાટાભાઈ જોષી, રાકેશભાઈ ખાટાભાઈ જોશી દિનેશભાઈ ખાટાભાઈ જોષી દ્વારા કરાયું હતું.
દક્ષિણ ગુજરાતમાં શિયાળુ લગ્ન મહોત્સવની શુભ શરૂઆત સાથે જ લગ્ન અને જનોઈના પવિત્ર પ્રસંગોનો માહોલ છવાઈ ગયો છે. સુરત શહેર ખાતે જોશી પરિવારના બે બટુકોની જનોઈના પાવન સંસ્કાર પ્રસંગે ભૂદેવોનો અવિરત પ્રવાહ ઉમટી પડ્યો હતો. સંસ્કારસભર વાતાવરણમાં વિધિવિધાનપૂર્વક સંપન્ન થયેલ આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર યોજાયો હતો.
આ પ્રસંગે મુંબઈના જાણીતા બિલ્ડર પ્રતાપભાઈ જોશી, પારડી સ્વાધ્યાય મંડળના નિયામક ભાવેશભાઈ જોશી, મહેશભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવોએ સંસ્કારના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે જનોઈ માત્ર એક વિધિ નથી, પરંતુ જીવનમાં બ્રહ્મચર્ય અને ધર્માચારણના આરંભનું પ્રતિક છે.
પ્રસંગને ધ્યાનમાં રાખીને જોશી પરિવાર તરફથી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક ધ્વનિ અને મંત્રોચ્ચારથી આખું પરિસર પવિત્ર માહોલમાં ફેરવાઈ ગયું હતું. ઉપસ્થિત ભૂદેવો અને મહેમાનોને પ્રસાદ વિતરણ કરીને સમારંભનો સમાપન કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં હાલ લગ્નોત્સવ અને જનોઈના પ્રસંગોની રજતો હારમાળા ચાલી રહી છે, જેમાં સમાજના લોકો ધર્મપરંપરા અને સંસ્કારને જાળવી રાખતા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.