1. News
  2. કપરાડા
  3. હાટૅફુલનેશ એકાત્મક અભિયાન ગુજરાત અંતર્ગત ઘ્યાનોત્સવની ઉજવણી ગામ લીખવડ ગામે ઘ્યાનોત્સવની ઉજવણી કરવામાં આવી

હાટૅફુલનેશ એકાત્મક અભિયાન ગુજરાત અંતર્ગત ઘ્યાનોત્સવની ઉજવણી ગામ લીખવડ ગામે ઘ્યાનોત્સવની ઉજવણી કરવામાં આવી

Share

Share This Post

or copy the link

હાટૅફુલનેશ એકાત્મક અભિયાન ગુજરાત અંતર્ગત ઘ્યાનોત્સવની ઉજવણી ગામ લીખવડ તા.કપરાડા જી.વલસાડ ખાતે ઘ્યાનોત્સવની ઉજવણીમાં કાયૅકમના મુખ્ય વક્તા તરીકે ડો. જિજ્ઞૅશભાઈ શેલત,ઉપસ્થિત રહયા હતા.

કપરાડા તાલુકાના દુર દુરથી ગ્રામ્ય વિસ્તારોમાંથી ૩ દિવસીય ઘ્યાનોત્સવમા મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો. હાટૅફુલનેશનો મુખ્ય ઘ્યેય હર દિલ ઘ્યાન હર દિન ઘ્યાન સાથે ૧૭૦ વધુ દેશોમાં નિ:શુલ્ક ઘ્યાન શીખવવામાં આવે છે અને લોકોનાં જીવનમાં આંતરિક સંતોષ શાંતિ અને શારીરિક માનસિક ભાવાત્મક અને આંતરિક પરિવર્તન લાવીને સક્ષમ સમાજનું નિર્માણ કરવામાં માનવતાની ખુબ જ મોટી સેવા કરી રહ્યા છે.

આ કાયૅકમના મુખ્ય વક્તા તરીકે ડો. જિજ્ઞૅશભાઈ શેલત, આયુર્વેદાચાયૅ તેમણે જણાવ્યું હતું કે લોકોના જીવનમાં આવતી બીમારી દૂર કરવા માટે વડ, લીમડો પીપળો જેમાં વૃક્ષો જીવનમાં ટકાવી રાખવા માટે આશીર્વાદ સમાન છે અને જીવનમાં ઘ્યાન કેવી રીતે મદદ કરે છે એની વસ્તુત જાણકારી આપી હતી. આ કાયૅકમમા હાટૅફુલનેશ વલસાડ સેન્ટરથી હાટૅફુલનેશ ટેનર હિતેન્દભાઈ પટેલ રોહિતભાઈ જોશી રાકેશભાઈ નાઈક હાટૅફુલનેશ ટીચર્સ વિલેશભાઈ વાઢુ ગણેશભાઈ પાગી કમલાબેન વાઢુ વોલન્ટર પાડુંભાઈ પાહુ રામુભાઈ ગરેલ રમેશભાઈ ચૌધરી ભીવાભાઈ ગરેલ શંકરભાઈ બારહા સુરેશભાઈ રાઉત કાંતિલાલભાઈ આઘેર રતિલાલભાઈ બરફ રાજીરામભાઈ પાગી અને ગામના યુવાનો અને વડીલો આ હાટફુલનેશ ઘ્યાનોત્સવની ઉજવણીમાં મહત્વનો ફોળો પુરો પાડયો. આ ઘ્યાનોત્સવ કપરાડા લીખવડ ગામે અતિસુંદર પ્રકૃતિ ખોળે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી .

Ad

હાટૅફુલનેશ એકાત્મક અભિયાન ગુજરાત અંતર્ગત ઘ્યાનોત્સવની ઉજવણી ગામ લીખવડ ગામે ઘ્યાનોત્સવની ઉજવણી કરવામાં આવી
Comment

Your email address will not be published. Required fields are marked *