
કેનેડાના ટોરન્ટો શહેરમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ કથાકાર પ્રફુલભાઈ શુક્લના પુત્રવધૂ શીતલ કૃષ્ણ શુક્લનો સિમન્ત સંસ્કાર વિધિ ધામધૂમપૂર્વક યોજાઈ હતી. આ પ્રસંગે ધાર્મિક વિધિઓ, વેદમંત્રોચ્ચાર અને કુળદેવી રાંદલમાતા પૂજન સાથે આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર મેળાપ જોવા મળ્યો હતો.

વિધિ દરમિયાન બારડોલીના વિદ્વાન આચાર્ય ચેતનભાઈ જોષીએ વેદમંત્રોચ્ચાર કરીને પૂજન વિધિ કરાવી હતી. આ શુભ પ્રસંગે ડો. હરેન્દ્ર જોષી, ડો. જલ્પા જોષી, વિધાન જોષી, વિધિ જોષી, અશ્વિનાબેન મુકેશભાઈ પટેલ, અશોકભાઈ ડી. પટેલ, જયસુખભાઈ પનાસેરિયા, ચેતનભાઈ જોષી, અક્ષય જાની, વિશ્વાબેન દવે સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

કેનેડા સરકારના સાંસદ (M.P.) રૂબી સહોતાએ પણ શીતલ શુક્લને શુભેચ્છા પાઠવી હતી અને ભારતીય સંસ્કૃતિને વિદેશમાં જીવંત રાખવા બદલ અભિનંદન આપ્યા હતા.
સાંજે હોટલ “એવેન્યુ” ખાતે આયોજિત સત્કાર સમારંભમાં બ્રામટન, મિલટન, બેરી, લંડન, થાઉઝન્ડ આઈલેન્ડ, મોંટ્રીયલ, ઈટોબિકોક અને ટોરન્ટો સહિતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રેખાબેન શુક્લ અને ડો. જલ્પાબેન જોષીએ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
ભારતમાંથી વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ, પ્રફુલભાઈ શુક્લ, ઈશ્વરદાદા, અનંતરાય જાની, દેવુભાઈ જોષી, તેમજ દક્ષિણ ગુજરાત બ્રાહ્મ સમાજ પ્રમુખ નાનુભાઈ જોષી અને **પ્રિ. બી.એન. જોષી (યુ.કે.)**એ ટેલિફોન દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભારતીય સંસ્કાર, પરિવારિક એકતા અને વિદેશભૂમિ પર ભારતીય પરંપરાના ગૌરવનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.