
દુષ્કર્મ અને જમીન ઉપર કબજો કરવાના મામલે જેલમાં સજા ભોગવી રહેલા સંત આસારામ બાપુનો ફોટો લગાવી કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવાના મામલે વિડીયો અને ફોટો વાયરલ થતા 10 મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.”હાલની પરિસ્થિતિમાં પાડાના વાંકે પખાલી ને ડામ જેવી છે.”

દુષ્કાળમાં અને જમીન હડપવાના કેસમાં હાલમાં જેલમાં સજા ભોગવી રહેલા સંત આસારામ બાપુ અને નારાયણ હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમ છતાં વલસાડ જિલ્લામાં વસતા તેમના ભક્તો અને અનુયાયો દ્વારા આસારામ બાપુના માર્ગો પર ચાલી વારે તહેવારે કાર્યક્રમમાં કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે આસારામ બાપુના અધ્યક્ષ પણ હેઠળ દર વર્ષે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. ત્યારે આસારામ બાપુ અને તેમના પુત્ર નારણસાઈ જેલમાં હોવાના કારણે તેમના ભક્તો સેવકો બાપુના આ ભગીરથ કાર્યને આગળ વધારી રહ્યા છે.

કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 14 મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણીના ભાગરૂપે તેમણે આસારામ બાપુનો ફોટો મૂકી તેમજ વિદ્યાર્થીઓના વાલી માતા-પિતાને શાળામાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેથી આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં આસારામ બાપુનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરવામાં આવી હતી. જે બાબતોનો ફોટો અને વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

જે બાબતે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકા પંચાયત વલસાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નૈતિક અધ:પતન/ગુનાહિત વ્યકિતનો આસારામજી ફોટો તથા આશારામજી બાપુ દ્વારા 14 ફેબ્રુઆરી માતૃ-પિતૃ દિવસના” લખાણ સાથે બેનર લગાવી માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શિક્ષકોને માતૃ-પિતૃવંદના કાર્યક્રમ બાબતે કચેરીએથી સંબંધિત 33 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. જેને લઈ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા પંચાયત વલસાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નૈતિક અધ:પતન/ગુનાહિત વ્યકિતનો આસારામજી ફોટો તથા આશારામજી બાપુ દ્વારા ૧૪ ફેબ્રુઆરી માતૃ-પિતૃ દિવસના” લખાણ સાથે બેનર લગાવી માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તાલુકા પંચાયત કપરાડા માતૃ-પિતૃવંદના કાર્યક્રમ બાબત અત્રેની કચેરીએથી સંબંધિત શિક્ષકોને પાઠવવામાં આવેલ નોટિસના મળેલ ખુલાસાઓ તા.૨૪/૧૧/૨૦૨૩ ઉપરોક્ત વિષય અન્વયે સંબધિત શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવેલ હતી. સંબધિત શિક્ષકોના ખુલાસા મળેલ છે જે ખુલાસા ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. જે બાબતે સંબધિત શિક્ષકોને વધુ કોઈ રજૂઆત કરવી હોય તો તે માટે
તા.૨૮/૧૧/૨૦૨૩ ના રોજ કચેરી રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી મુજબ તમામ શિક્ષકોને 30/11/2023 ના રોજ સંબધિત શિક્ષકોને કારણદર્શક નોટિસ શિક્ષકોના ખુલાસા માટે રજૂઆત હાજર રહેવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યુ છે.
બળાત્કારી બાબા આસારામના બાપુના અંધ ભક્તો માટે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હવે શું યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એ માટે સમગ્ર વલસાડ જિલ્લામાં ચર્ચાઓ થઈ રહી છે.
વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બળાત્કારી બાબા સંત આસારામ કે જેમને બે વખત જન્મટીપની સજા કોર્ટ દ્વારા ફટકારી હતી. હાલે તે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં આસારામ બાપુના કટર અંધભક્ત શિક્ષકો દ્વારા બાપુ ના ફોટા નું પૂજન બાળકો તેમજ પોતાના દ્વારા કરવામાં આવ્યું હતું જેની સાથે સાથે આસારામ બાપુના આદમ કદ ફોટાની આરતી પણ શિક્ષકો બાળકો દ્વારા કરવામાં આવી હતી. બળાત્કારના ગુનામાં કસૂરવાર કરેલા અને કોર્ટ દ્વારા જેને બે બે વખત જન્મ ટિપની સજા ફટકારવામાં આવી હતી એવા બળાત્કારી આસારામ બાપુના ફોટા નું પૂજન તથા આરતી કરવાનો કાર્યક્રમ પ્રાથમિક શાળામાં કુમળી વયના બાળકો દ્વારા કરાવીને નૈતિક અધઃપતન ના ગુનામાં સામે પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને ગત મંગળવારના રોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં નોટિસના જવાબ આપવા માટે રૂબરૂ બોલવામાં આવ્યા હોય એની વાત જણાવવા મળી રહેશે નોટિસનો અગાઉ આપેલો ખુલાસો અ ગ્રાહ્ય રાખી આ પ્રવૃત્તિમાં સામેલ બીટ નિરીક્ષક, આચાર્ય તથા શિક્ષકોને જિલ્લા પંચાયત શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં ખુલાસા માટે બોલાવવામાં આવ્યા હતા આ પ્રવૃત્તિમાં સામેલ બીટ નિરીક્ષક આચાર્ય શિક્ષકો સામે પૂરતા પુરાવાઓ હોવા છતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેમ પગલાં ભરતા નથી તે સમજવું મુશ્કેલ છે. આ પ્રવૃત્તિમાં સામેલ કર્મચારીઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર ઉંદર બિલાડી નો ખેલ ખેલી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. જિલ્લા કક્ષાએથી નોટિસ આપ્યા પછી, શિક્ષકો ,આચાર્ય અને બીટ નિરીક્ષકોનો જવાબ અ ગ્રાહય રાખી ફરી નોટીસ આપી જવાબ આપવા માટે રૂબરૂ કચેરીએ બોલાવ્યા હોવા પાછળ નો શું હેતુ હોય શકે ? શિક્ષકોની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે કે બધાને બા ઇજ્જત કરી છોડી દેવામાં આવશે ?
૧૪ ફેબ્રુઆરી માતૃ-પિતૃ દિવસના” લખાણ સાથે બેનર લગાવી માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અન્વયે કેટલાક મીડિયા મિત્ર સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી જેમાં અખબારો કોઈપણ પ્રકારના સમાચારો પ્રસિધ્ધ ના કરવા બાબતે મોટી ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ લાંબા સમયથી વિવાદ ઉભો રહ્યો હતો. એક જવાબદાર અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી મીડિયા કોઈપણ સંજોગોમાં ઘટના આવવી જોઈએ નહી.. મીડિયા સાથે સીધો સંબંધ રાખતા હોવા છતા વિશ્વાસઘાત કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.બળાત્કારી બાબા આસારામના અંધભક્ત એચ ટાટ આચાર્યની પત્રકારોને માર મારવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે. કપરાડા તાલુકાના એક કેન્દ્ર શાળાના કેન્દ્ર શિક્ષક અને કપરાડા તાલુકા શિક્ષક સંઘમાં મહત્વનો હોદ્દો ધરાવતા આચાર્ય દ્વારા શિક્ષકોની મીટીંગ બોલાવી પોતે કરેલ ગુનાહિત કૃત્યને છાવરવા માટે દરેક શિક્ષકોને એક એક બેટ લાવી આપવામાં આવશે અને જે કોઈ પત્રકાર આપણી શાળા કમ્પાઉન્ડમાં આવે તેને આ બેટથી માર મારવાનો એવી સૂચના આપવામાં આવી હોવાની વાત જાણવા મળી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના છોટાઉદેપુર જિલ્લાના ફરજ દરમિયાનના કિસ્સાઓ જગ જાહેર હોવાની વાત શિક્ષક આલમમાં ચર્ચા થઈ રહી છે.