1. News
  2. News
  3. નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ : જીતુભાઈ ચૌધરી

નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ : જીતુભાઈ ચૌધરી

Share

Share This Post

or copy the link

નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ના શુભ આરંભે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ!

પ્રકાશના આ પાવન પર્વે અંધકાર પર પ્રકાશ, દુઃખ પર આનંદ અને નકારાત્મકતા પર સકારાત્મકતાનો વિજય ઉજવાય છે. દિવાળીનો આ તહેવાર આપણને જીવનમાં નવી આશા, ઉત્સાહ અને સમૃદ્ધિ તરફ આગળ વધવાનો સંદેશ આપે છે.

આપણા કપરાડા વિધાનસભા વિસ્તારના પ્રત્યેક નાગરિકો, મહેનતુ ખેડૂત ભાઈઓ, શ્રમિકો, યુવાનો અને બહેનો એ આપણા વિસ્તારની સાચી શક્તિ છે. આપના પરિશ્રમ, સંકલ્પ અને સહકારથી કપરાડા વિસ્તાર સતત વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં ગામડાઓમાં માર્ગો, પીવાના પાણી, આરોગ્ય સુવિધા, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે જે સુધારાત્મક કાર્ય થયું છે તે આપ સૌના સહયોગથી શક્ય બન્યું છે.

નૂતન વર્ષની શરૂઆતમાં આપણે સૌ સાથે મળીને આ વિકાસયાત્રાને વધુ ગતિ આપવાનો સંકલ્પ લઈએ. આપણા વિસ્તારના દરેક ગામ અને દરેક પરિવાર સુધી વિકાસના ફળ પહોંચે, તે માટે આપણી એકતા અને સહકાર જ સૌથી મોટું બળ છે.

દિવાળીનો તહેવાર માત્ર આનંદનો પ્રસંગ નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો પ્રતિબિંબ છે. આ તહેવાર આપણને ‘વસુધૈવ કુટુંબકમ્’નો મંત્ર યાદ અપાવે છે — સમગ્ર સમાજ આપણા પરિવાર સમાન છે. આ પ્રસંગે ચાલો, સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ ઘેરઘેર પહોંચાડીએ. સ્થાનિક હસ્તકલાકારો, નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને સહયોગ આપીએ, જેથી આપણી અર્થવ્યવસ્થા મજબૂત બને અને દરેક ઘરમાં સમૃદ્ધિનો પ્રકાશ ફેલાય.

આ અવસરે હું કપરાડાના તમામ નાગરિકોને પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવું છું કે માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ સતત વરસતી રહે. નવા વર્ષની શરૂઆત સાથે જીવનમાં નવા સપના, નવા સંકલ્પ અને નવી સિદ્ધિઓનો પ્રારંભ થાય.

ચાલો, આપણે સૌ મળીને પ્રેમ, સદભાવના અને સહકારના દીપ પ્રગટાવીએ, અને આપણી ભૂમિને વધુ સુંદર અને સુખમય બનાવીએ. દિવાળીનો આ પ્રકાશ આપના જીવનમાં સુખ અને શાંતિનો સંદેશ લાવે, એ જ હાર્દિક શુભેચ્છા.

જીતુભાઈ ચૌધરી
પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી, ગુજરાત સરકાર
ધારાસભ્ય – 181 કપરાડા વિધાનસભા

નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ : જીતુભાઈ ચૌધરી
Comment

Your email address will not be published. Required fields are marked *