1. News
  2. ગુજરાત
  3. દિલ કાં કાગજ કોરાં હી રહે ગયાં!

દિલ કાં કાગજ કોરાં હી રહે ગયાં!

Share

Share This Post

or copy the link

તર્જની પોતાની ઓફિસ ચેમ્બરમાં બેઠી હતી અને ન ઇચ્છવા છતાં પણ સામે પડેલા કોરાં કાગળને તાકી રહી હતી, અને એને પેલું ગીત પણ સંભળાયું! મેરા જીવન કોરાં કાગજ કોરાં હી રહે ગયાં!! વારંવાર તેનું ધ્યાન ઘડીક ગીતમાં અને ઘડીક કાગળ પર જતું હતું! આમ તો એવું જ થયું હતું,પણ એને એ બધું ભૂલવું હતું,કારણ કે આજે તો એક મહત્વનો કેસ સોલ્વ કરવાનો હતો, કારણ કે આ વીકમાં એની મુદત પણ હતી. પરંતુ એનું મન આજે કામમાં લાગતું ન હતું! અને જ્યારથી એને ખબર પડી કે તરંગ એની સાથે એક બહુ મોટી રમત રમી છે ત્યારથી તો શું કરવું એ જેને સમજાતું નહોતું! આમ તો દુનિયાભરની સ્માર્ટનેસ એનામાં ભરી હતી છતાં પણ કેમ છેતરાઈ ગઈ એ જ એને સમજાતું નહોતું કહેવાય છે ને કે ક્યારેક વધુ પડતી હોશિયારી પણ ડામ દેવાં માટે જવાબદાર બને છે! બસ એવું જ થયું હતું. હંમેશા હાજર જવાબી પણું અને તર્ક એ બંને હથિયારથી એ જંગ જીતતી આવી હતી. પરંતુ આજે એમાંનું કંઈ કામ આવે એમ નથી, પગ પણ પકડી જોયાં, પણ એ નામક્કર જ રહ્યો! તર્જની એ કહ્યું કે એવી તે મારી શું ભૂલ થઈ કે તું મને આમ છોડીને ચાલી જાય છે! તરંગ એ કહ્યું કે ભૂલ તારી નથી, પણ તારી કિસ્મતની છે કે તે વગર વિચારે એક પરણિત પુરુષ ને ચરણે સમર્પણ કર્યું! તર્જનીએ કહ્યું એટલે તું કહેવા શું માંગે છે? તરંગ એ કહ્યું કે હું એક પરણિત છું અને તૃષા નામની મારે પત્ની છે, અને અમને બે બાળકો પણ છે! તર્જની જેમ જેમ સાંભળતી જતી હતી, એમ એમ શોક્ડ થતી જતી હતી! એને થયું શું આટલુંય ન જાણી શકી! અરે આજે તો એ પણ તરંગ ને ખુશ ખબર આપવાની હતી! ત્યાં જ આ સચ્ચાઈ અરે હવે શું થશે? પપ્પા એ સમજાવી હતી કે બેટા બીજી જ્ઞાતિ છે, અને સાવ અજાણ્યા, કેમનો ભરોસો થાય! તર્જની એ કહ્યું કે પરણિત હતાં તો પછી મારામાં શું કામ મોહ માયા થઈ! ભમરો તો ફૂલ જોઈને એની પાસે જાય જ ને! એમ કરી મોટેથી હસી પડ્યો! તો પછી આ સંબંધની કિંમત શું છે? એણે એક બ્લેન્ક ચેક એને આપ્યો અને કહ્યું કે તારી કિંમત તો તું જ નક્કી કરી શકે! હું કેમ કહી શકું! તર્જની ને એને બે તમાચા મારવાનું મન થયું, પણ એ મારે કે ન‌ મારે પરિસ્થિતિ માં કોઈ ફેર પડશે નહીં! પણ પોતે સુપ્રીમ કોર્ટની વકીલ હતી એમ કંઈ છોડશે નહીં! ફરેબ નો કેસ કરશે! પણ એય સાબિત કેમ કરશે? એ કહેશે કે મેં તો બધું જ કહ્યું હતું! એને ત્યારે કોઈ ઓબઝેક્શન નહોતું, અને હવે કેમ વાંધો ઉઠાવે છે! અમારી રિલેશન શીપ માં કોઈ ફરેબ નથી, પણ મારી સંપત્તિ જોઈને મેલ હવે એનાં મનમાં આવી ગયો છે વગેરે વગેરે કહેશે! તેલ પીવા જાય તારી સંપત્તિ અને તેલ પીવા જા તું એમ કહી તો દીધું, પણ મન હજી ખુદને નથી માફ કરી શકતું, કે નથી ભૂલી શકતું! કોર્ટમાં કેટકેટલા તર્ક કરી કેસ જીતતી તર્જની પોતાના જીવન પર જીત હાંસલ કરી શકશે નહીં, અને આ બાળક જીંદગી ભર એને પોતાની હારનો અહેસાસ કરાવશે! એને આજે ખૂબ પસ્તાવો થતો હતો, નાનપણમાં જ મા કહેતી બેટા દીકરી તરીકે જન્મ લીધો છે તો દીકરી બની સંસ્કાર ગ્રહણ કરીને જીવ! પપ્પા કહેતા બેટા શિક્ષણ એની જગ્યાએ અને સંસ્કૃતિ ગત સંસ્કાર એની જગ્યાએ! દાદી તો હંમેશા કોઈ ને કોઈ શીખામણ આપતા! મોટા ભાઈએ કહ્યું કે ભલે એની સાથે જ લગ્ન કરવાનાં છે, પણ લગ્ન વગર સાથે રહેવું એ હજી આપણી સોસાયટીમાં એટલું પ્રચલિત નથી અને વ્યાજબી પણ નથી! પણ પોતે ન માની અને તર્ક કરીને બધાને ચૂપ કરી દીધા! એટલે આજે હવે પોતે સાવ એકલી છે,અને કાયમ એકલી જ રહેશે! આ ફૂંફાડા મારતી જીભ અને વારેવારે ડંશ દેતી બુદ્ધિ સાથે. નથી સમજાતું ચાલો થોડું વિગતથી કહું!

તર્જની એટલે એનાં નામ પ્રમાણે જ‌ તિરુપતિ ભાઈ અને તરલા બેનના પરિવાર નું સૌથી નાનું સદસ્ય! અને આમ પણ ઉંમરમાં પણ હજી લગભગ બાર વર્ષ ની હતી. પરંતુ તીક્ષ્ણ હથિયાર જેવી બુદ્ધિ ને કારણે એ હર હંમેશ સૌને કોઈ ને કોઈ રીતે પરેશાન કરતી હતી! અને એમાં પણ જ્યારે એને ખબર હોય કે પોતાના થી કોઈ ભૂલ થઈ છે, ત્યારે તો એ પોતે ભોળી બની એવું પ્રદર્શન કરતી જાણે કે એનો કોઈ દોષ હતો જ નહીં એ તો પરિસ્થિતિ એવી હતી. એનાં આ પ્રકારના સ્વભાવ ને કારણે એની મૈત્રી લગભગ કોઈ કરતું નહીં! બધાં એને તોબાની તાળી એમ જ કહેતા! ઘરના પણ એને સમજાવતા હતાં કે થોડી સુધરી જા! નહીં તો આગળ જઈને પસ્તાવો થશે! તરલા બેન કહેતા એક દીકરી ની જાત અને એમાં આટલો લાંબો જીભડો! કોઈ હા નહીં પાડે!

આ શહેરમાં તો હજી બધું ચાલતું હતું,પણ તિરૂપતિ ભાઈની બદલી થઈ અને આખો પરિવાર બીજા શહેરમાં શીફ્ટ થયો, અને તર્જની ને નવી સ્કૂલમાં દાખલ કરવામાં આવી! થોડા જ સમયમાં સ્કૂલમાંથી ફરિયાદ આવી કે તર્જની ખોટાં ખોટાં તર્ક કરીને શિક્ષકને શું ભણાવવાનું છે એ જ ભૂલવાડી દે છે! આમ વિભિન્ન વ્યક્તિ સાથે વિભિન્ન રીતે વર્તન કરતી કરતી તર્જની હવે કોલેજમાં પહોંચી ગઈ! અને અહીં તેનાં આ સ્વભાવથી એક પ્રોફેસર આકર્ષિત થાય છે, અને એને ટેલેન્ટ બનાવવાં માટે એણે બીડું ઝડપ્યું! હાજર જવાબી પણું અને તર્ક એટલે કે દલીલ એ વકીલના વ્યવસાય માટે બહુ જરૂરી હોય છે! પ્રોફેસર ભાર્ગવ જોષીપરા એ તર્જની ના સ્વભાવ ને તૈયાર કરી એક ટેલેન્ટેડ વકીલ બનાવી દીધી! અને એ જે કેસ હાથમાં લે તેમાં તેની જીત પાક્કી! આમ એ પોતાની જીત એટલે કે સફળતાની સીડી ચડી ને હાઈ કોર્ટથી સુપ્રીમ કોર્ટેની વકીલ બની ગઈ! હવે તો એ પણ પરિવાર વાળી થઈ ગઈ હતી! એકવાર એક ક્લાયન્ટ એટલે કે તરંગ એની ઓફિસમાં પ્રવેશ કરે છે! અને બંને ની નજરને જેની તલાશ હતી એ આ જ છે એની તસલ્લી થતાં જ એમણે રિલેશન શીપમાં રહેવાનું શરૂ કર્યું! પાંચ કે છ મહિના બધું બરાબર રહે તો લગ્ન કરવા એવું નક્કી કર્યું. પણ છ મહિના થતાં જ તરંગ એ કહ્યું કે ના ડાર્લીંગ હજી હમણાં નહીં! પછી તું ઈન્ડિયન વુમન‌ની જેમ ઘર ઘર કરીશ! અને તને મા પણ બનવું હોય એટલે પછી મારી માટે તને સમય જ મળે!આમ તો તર્જની એક વકીલ અને તરંગ એક સંગીતકાર! બંનેની જોડી યુનિક હતી! એક ખૂબ બોલતી હતી અને સામે વાળાની બોલતી બંધ કરી દેતી હતી! જ્યારે એક પોતાના કર્ણ પ્રિય સંગીતથી અન્ય ને ચૂપ કરી દેતો હતો! અને આશ્ચર્યની વાત એ હતી કે ગામ આખાની બોલતી બંધ કરનારી તર્જની તરંગના સૂરીલા સંગીતથી ચૂપ થઈ જતી હતી, અને એટલે જ એણે આગળ પાછળ કંઈ જ વિચાર્યા વગર તેને તન પણ સોંપી દીધું હતું, જે તેની જીંદગીની સૌથી મોટી ભૂલ હતી. આજે તો એની આવી હરકતથી એક હસતી રમતી અને સામેવાળા પર સતત તર્કનો મારો ચલાવતી તર્જની કાયમ માટે ચૂપ થઈ ગઈ હતી! હંમેશા પોતાની હોશિયારી પર ગર્વ કરનારી તર્જની ને થયું કે અંતે હું મારા નામ પ્રમાણે સૌથી નાની અને નબળી જ છું! એનાં વધુ પડતી હોશિયારી અને ખોટી ખોટી ડંફાસ મારવાની ટેવ તેમજ સફળતા મળતાં જ આખું આકાશ એનું છે એવાં દિવા સ્વપ્નમાં રાચતી રહી,અને તરંગ એ આ તકનો લાભ લઈને તેનાં અસ્તિત્વ ને વેર વિખેર કરી નાખ્યું! અને રેડિયો પર ગીત વાગતું હતું, મેરા જીવન કોરાં કાગજ કોરાં હી રહે ગયાં! જો લિખા થા વો આંસુઓ કે સંગ બહ ગયાં!!

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

દિલ કાં કાગજ કોરાં હી રહે ગયાં!
Comment

Your email address will not be published. Required fields are marked *