
સ્નેહસંમેલન કાર્યક્રમ માં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ , તુલસીભાઇ મહામંત્રી અનિલભાઇ અને વસંતભાઇ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કૈલાશબેન મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ રોહિતભાઈ આણંદ જિલ્લા પ્રમુખ બલવંતભાઈ પ્રભારી ગુજરાત પ્રદેશ અને અન્ય સદસ્યો હાજર રહ્યા હતા .
કમાન્ડેટ CISF શ્રી કપિલ સાહેબ જિલ્લા કલ્યાણ અધિકારી ની અધ્યક્ષતા માં સ્નેહસંમેલન કાર્યક્રમ યોજાયો . પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા નિમ્નલિખિત ખાસ મુદ્દાઓ કલ્યાણાધિકારી ને બતાવ્યા .
- (૧) CISF ના નિવૃત જવાનો ne CLMS નો લાભ મળે
- (૨) ગુજરાત માં તમામ પેરામિલેટ્રી ને CLMS નો લાભ મળે તેના માટે કાર્યવાહી થાય.
- (૩) નિવૃત્ત જવાનો અને શહીદ પરિવાર ના કલ્યાણકારી લાભ અને સમસ્યા ના નિવારણ માટે જિલ્લા કલ્યાણ અધિકારી અને રાજ્ય કલ્યાણાધિકારી ને office અલગ થી હોય
- (૪) નિવૃત્ત જવાન ના અવસાન પછી તેની અંતિમયાત્રા માં જે ગાર્ડ જાય તે નજીક ની જે પણ ફોર્સ હોય ત્યાં થી જલ્દી જાય .
- (૫) તમામ પત્રકાર અને ટીવી ચેનલ ને અને સંચાર મંત્રાલય ને ખાસ જણાવવમાં આવે કે પેરામિલેટ્રી જવાનો દ્વારા જે દેશ માટે બલિદાન આપે છે તેવા સમયે જે ફોર્સ દ્વારા કાર્ય કરવામાં આવેલ તે ફોર્સ નું નામ બોલવામાં આવે નહીં કે સેના , આર્મી કે લશ્કર ના જવાન નું સંબોધન કરવામાં આવે .
- (૬) ટોલ ટેક્ષ માફ માટે કાર્યવાહી કરવામાં આવે
- (૭) ગુજરાત સરકાર ને ખાસ જણાવવમાં આવે કે પેરામિલેટ્રી ને લગતું કોઈ પ્રમાણપત્ર લેવા કે કોઈ પણ જાણકારી માટે ગૃહમંત્રાલય ના દ્વારા બનાવેલ કલ્યાણાધિકારી ને પત્રચાર કરવામાં આવે .
- (૮) ગુજરાત સરકાર દ્વારા પેરામિલેટ્રી ના શહીદ પરિવાર ને એક કરોડ આપવાના સરકાર ના પરિપત્ર ને warb ની સાઈડ ઉપર અપલોડ કરવામાં આવે .
- (૯) કેમ્પ માં કોઇ નિવૃત જવાનો ને લગ્ન માટે કે કોઇ સામાજિક કાર્યક્રમ કરવા જગ્યા વાપરવા માટે આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે .
- ઉપરોકત બાબત સંગઠન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું .