
આ દીકરાનું નામ રુદ્ર છે,પરિવારમા મમ્મી એક નાનીબહેન અને વ્રૂધ નાનીમા રહે છે. રુદ્રના પપ્પા તેમના પરિવારને તરછોડીને કોઈ બીજી સ્ત્રી સાથે ક્યાંક ચાલ્યા ગયા છે.રુદ્રના મમ્મી અને નાનીમા. તેઓ ગામમા કચરો વીણીને પોતાની પરિવારનું પેટયુ ભરે છે.
અમે ઘણા દિવસોથી રુદ્રની વસાહતમા ખાવાનું આપવા જઈ રહીયા છે એટલે રુદ્ર મને ‘મામા’ અને પૂર્વજોને મામી કહે છે.હવેતો ત્યાંના તમામ ભુલકાઓના અમે મામા અને મામી બની ગયા છે.
માસ્તરીયો જીવ હોવાને કારણે એક દિવસ મેં વિચાર્યુકે આવું કયા સુધી ચાલશે! રુદ્રની નાની,મમ્મી અને તેઓની વસાહતમા રહેતા તેઓ જેવા કેટલાંયનું જીવનતો આમ જ બરબાદ થઈ ગયુ. મેં નિશ્ચય કર્યો કે હું આ નાનકડા ભુલકાઓનુ જીવન બરબાદ નહિ થવા દઈશ. વસાહતમા અમે ત્યાં તપાસ કરતા જાણ્યું કે રુદ્ર જેવા ત્યાં બાવીસ જેટલાં બાળકો છે જેવો ક્યારેય સ્કૂલમા ગયા જ નથી.શરૂઆતમા તેવોને સ્કૂલમા પ્રવેશ આપવાનું નક્કી કર્યુ પરંતુ અમારા માટે સૌથી મોટી અડચણ એ હતીકે આ તમામ બાળકો અને તેના કોઈપણ પરિવારના સભ્યો પાસે સરકારી દસ્તાવેજો નથી એટલે કોઈપણ સ્કૂલમા પ્રવેશ અપાતો નથી. હવે…! ! !
પૂર્વજા તો આ વાત જાણી નિરાશ થઈને રડવા લાગી અને મને કહ્યું ” ઋષિત હવે શું થશે??” મેં કહ્યું, “મેં હું ના,તારો ઋષિત માસ્ટર ઓફ એજ્યુકેશન છે,ચાલ બેસીજા એકટીવા પર.અને સ્ટેશનરીની દુકાન માથી એક બ્લેકબોર્ડ, ચોક અને પૂરી બાવીસ પાટી અને સ્લેટ ખરીદી.અને અમે શરૂ કરી દીધી અમારી “મસ્તી કી પાઠશાલા”
ઋષિત મસરાણી
#pahelsevayodhha
#pahelcharitabletrust
#ngo
#dharampur
#gujarat
#india
#mother
#republivday
#trending
#nonprofit
#socialwork
#tribalindia
#ngo
#india
#valsad
#ram
#Ayodhya #smile #children #smile #mastikipathshala #rushitmasrani #repost