
વલસાડ પોલીસ દ્વારા મયંકભાઈ ઉર્ફે મોનટુ જશવંભાઈ પટેલને ગાર્ડ ઓફ ઓનર, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં અંતિમ વિદાય

વલસાડ જિલ્લાના ફલધરા ગામના યુવાન પોલીસકર્મી મયંકભાઈ ઉર્ફે મોનટુ જશવંભાઈ પટેલના રાજસ્થાનના સિકર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં થયેલા દુઃખદ અવસાન બાદ વલસાડ પોલીસ દ્વારા રાજ્યમાન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી, શહીદ સમાન સેવાભાવી પોલીસકર્મીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, વલસાડ જિલ્લાના કુલ 50 જેટલા લોકો ખાનગી બસ દ્વારા બિકાનેરથી ખાટુ શ્યામધામની યાત્રા માટે નીકળ્યા હતા. આ બસમાં ફલધરા ગામના 18 જેટલા યાત્રિકો પણ સવાર હતા. સિકર નજીક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. દુર્ભાગ્યવશ મયંકભાઈ પણ આ અકસ્માતમાં ભોગ બન્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ ચારે તરફ ચિચિયારીઓ મચી ગઈ હતી. બચાવ ટીમો અને સ્થાનિક પોલીસ દ્વારા ઝડપી કામગીરી શરૂ કરવામાં આવી હતી, છતાં મયંકભાઈને બચાવી શકાયા નહોતાં.
મયંકભાઈ પટેલના અવસાનના સમાચાર ફલધરા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી. ગામમાં શોકનો માહોલ છવાયો હતો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા લોકોનો ઉપસ્થિત રહ્યાં હતા. સદગતની અંતિમ યાત્રા ગામમાંથી ભવ્ય રીતે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામલોકો, પોલીસ કર્મીઓ, સરકારી અધિકારીઓ અને સગા–સંબંધીઓ જોડાયા હતા. સૌએ અંતિમ દર્શન કરી નમ આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મયંકભાઈ ઉર્ફે મોનટુ જશવંભાઈ પટેલ ફરજ પ્રતિ અને સેવાભાવી સ્વભાવ માટે જાણીતા હતા. તેમના અવસાનથી પોલીસ વિભાગે એક નિષ્ઠાવાન કર્મચારી ગુમાવ્યો છે