1. News
  2. ગુજરાત
  3. વિશ્વમાં શાંતિ રાષ્ટ્રની સુરક્ષા અને સમાજની વ્યવસ્થા માટે આપણે પોતે જ સ્વયં શિસ્તનાં મંત્રથી દિક્ષિત થઈ જીવન જીવવા કટિબદ્ધ થઈએ! તો 2024 નાં વર્ષમાં આપણે બધી રીતે આગળ વધી શકાય!!!

વિશ્વમાં શાંતિ રાષ્ટ્રની સુરક્ષા અને સમાજની વ્યવસ્થા માટે આપણે પોતે જ સ્વયં શિસ્તનાં મંત્રથી દિક્ષિત થઈ જીવન જીવવા કટિબદ્ધ થઈએ! તો 2024 નાં વર્ષમાં આપણે બધી રીતે આગળ વધી શકાય!!!

Share

Share This Post

or copy the link

સમાજ દર્શન.

  • વિશ્વમાં શાંતિ, રાષ્ટ્રની સુરક્ષા, અને સમાજની વ્યવસ્થા, માટે સ્વયં શિસ્ત એક અદભૂત મંત્રનું કામ કરી શકે.
  • આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવાઈ ગયો અને આઝાદીને આટલા વર્ષો વીત્યા હોવા છતાં સમાજમાં હજી જોઈએ તેટલી શાંતિ સ્થપાઈ નથી.
  • ગાંધીના ગુજરાતની આમ પણ દારૂબંધી હોવા છતાં દૂરદર્શન હતી અને એમાં પણ હમણાં તો ન્યુયર પાર્ટી અને ક્રિસ્મસ એન્જોય ના નામે ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂનું પી રીતે વેચાણ થઈ રહ્યું છે.

આજે આ વર્ષનો એટલે કે 2023 નો છેલ્લો દિવસ અને એમાં પાછો રવિવાર, એટલે કે લેખ માટે સમાજ દર્શનનો દિવસ. એટલે વિચારતી હતી કે શું લખવું? 2023 ના આખા વર્ષ દરમિયાન કેટલી ઘટનાઓ ઘટી હોય, વૈશ્વિક રીતે, રાષ્ટ્રીય રીતે, અને સામાજિક રીતે એનું વિશ્લેષણ કરી અને હકીકતમાં આપણે કેટલી પ્રગતિ કરી છે એનો તાગ મેળવી શકાય. માનવીય મન એવું વિચિત્ર છે કે એણે ન વિશ્વની શાંતિ માટે કંઈ કર્યું ન્હોય! રાષ્ટ્ર ની સુરક્ષા માટે કંઈ કર્યું ન્હોય! સમાજની વ્યવસ્થા માટે પણ કંઈ કર્યું ન્હોય, છતાં એને દુનિયામાં શું ઉથલપાથલ થાય છે એની જાણકારીમાં સૌથી વધુ રસ હોય! એટલે એ રીતે આપણે આઝાદ ભલે થયાં પણ માનસિક રીતે હજી ગુલામ જ છીએ, અને જો આપણે આપણી માનસિકતા બદલીશું નહીં તો માત્ર સંખ્યાની રીતે વર્ષ નો આંકડો વધશે અને વધીને વૈજ્ઞાનિક શોધ વધશે પણ મૂળ માનવીય પણું તો આપણા પર જ નિર્ભર છે.આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવાઈ ગયો અને આઝાદીને આટલા વર્ષો વીત્યા હોવા છતાં સમાજમાં હજી જોઈએ તેટલી શાંતિ સ્થપાઈ નથી, એ હકીકતને નજર અંદાજ કરી શકાય નહીં, છતાં એ વાત એક બાજુ મૂકીએ અને વૈશ્વિક રીતે વિચારીએ તો વિશ્વ આખું આમ જુઓ તો આજથી 23 વર્ષ પહેલાં 21મી સદીમાં પહોંચી ગયું છે. પણ પરિસ્થિતિ દિવસેને દિવસે અત્યંત તંગ થતી જાય છે. દરેક દેશની આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં કુદરતી આપત્તિ અને પોતાના દેશની મહત્તા વધારવા માટે થતા યુદ્ધો ને કારણે શહેરોના શહેરો તબા થઈ જાય છે જંગી માત્રામાં લોકો મૃત્યુ પામે છે, અને છતાં એ બાબત એટલું ગંભીરતાથી કોઈ વિચારતું નથી. ઉપરથી સરહદોને રક્ષવા હથિયારની ખરીદી માટે અધધધ રૂપિયા ખર્ચવા પડે છે! અને એટલે મોંઘવારી પણ ઘટતી નથી. તો ચીન જેવા દેશમાંથી કોઈ ને કોઈ રીતે કોરોનાના નવા નવા વોરીએન્ટ ત્યાંના લોકો મારફતે વિશ્વ આખામાં સપ્લાય થાય છે, અને એટલે આરોગ્ય ક્ષેત્રે પણ નાણાં ફાળવવા પડે. ગમે તે સરકાર હોય બધો આધાર અર્થતંત્ર પર જ હોય! ભારતમાં વેપારીઓ ને છટકવાનાં કેટલાય માર્ગ હોય એટલે, અને એ અંતે એ બધું છે તો આખરે આપણી કડ પર જ,આ ઉપરાંત વ્યક્તિગત રીતે આર્થિક અને સામાજિક સ્તરે પણ માનવી એ કેટલાંય ક્ષેત્રે જજુમીને પોતાના અસ્તિત્વને બચાવવાનું હોયને એ નીતિ ચૂક કરે એ બહુ સ્વાભાવિક વાત છે.રાષ્ટ્રીય અને સામાજિક વિકાસની વાત કરીએ તો થોડા પાછળ જઈએ તો ગોધરા કાંડનો ચાલતો કેસ અને તેનો ઐતિહાસિક ચૂકાદો. ઈલેક્ટ્રીક વાહનો અને રીન્યુએબલ સતત વૃદ્ધિને કારણે લિથિયમની માંગ અગામી વર્ષમાં વધશે અને, એટલે લિથિયમના વિકલ્પો વિશે સંશોધન કરી રહ્યું છે. વર્ષ 2023 માં શેરોમાં 1, 62 000કરોડની થયેલી ખરીદી. ક્રૂડ તેલમાં ઉછળ કૂદ, સોના ચાંદીમાં તોફાની તેજી, નોટબંધી વખતે લવાયેલી રૂપિયા 2000 ની ચલણી નોટ પાછી ખેંચાઈ, ભારતની પોતાની ડિજિટલ કરન્સી. 2023 નું વર્ષ બોલીવુડ માટે શુકનવંતુ છે શાહરૂખ સની દેઓલ રણબીર અક્ષય અને સલમાનને સારી એવી કમાણી કરતી ફિલ્મો આપી. બેંકમાં બિન વાર્ષિક ડિપોઝિટ 42 270 કરોડ રૂપિયા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામ અને બેંકોને કહ્યું કે અબજો રૂપિયાના દાવેદાર શોધી કાઢો. ઓનલાઇન ટ્રાન્જેક્શન વધ્યું અને એને કારણે ઓનલાઇન સ્કેમ પણ વધ્યાં. 2023 માં દુનિયાની અગ્રણી બેંકોએ 60,000 નોકરીઓ ઘટાડી. વેરાની વધુ વસુલાત છતાં પણ રાજકોષીય ખાદ બજેટ અંદાજ કરતા વધી જવા ધારણા.આપણી પ્રજાને વિદેશ વસવાનું એટલું બધું આકર્ષણ છે, કે કબુતર બાજી એટલે કે ગેરકાયદેસર યુએસએ માં મોકલાતા 11 ગુજરાતી અને 6 એજન્ટો ઓળખાયા. શશી રેડી નામના ઇમિગ્રેશન માફિયા મારફતે અત્યાર સુધીમાં 1200 લોકોને આ રીતે અમેરિકા મોકલ્યા. શાહરુખ ખાનની નવી ફિલ્મ ડંકી આને રિલેટેડ જ છે.સ્પોર્ટ્સની વાત કરીએ તો ગાજ્યા મેઘ વરસે નહીં અને ભસ્યા કુતરા કરડે નહિ, એમ ભારતીય ટીમ વર્લ્ડ કપ હારી ગઈ, અને છતાં બધાએ હારને છાવરી. વ્યક્તિગત રીતે વિરાટ કોહલી વન-ડેમાં 50 સદી કરી, હિટમેન રોહિત શર્માની કેપ્ટનસી નો અંત, મહિલા ક્રિકેટની કમાલ. બીસન સિંઘ બેદી અને સલીમ દુરાનીની ચીરવિદાય થઈ. તો બીજી બાજુ એશિયન ગેમ્સ ઍથલેટિક્સમાં ભારત સિદ્ધિના શિખરે નિરજ ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સાથે ભારતનો પહેલો વર્લ્ડ ચેમ્પિયન બન્યો, અને એશિયન ગેમ્સમાં ભારતે 107 પદક પ્રાપ્ત કર્યા.એમ તો બાબરી ધ્વંસનો ચૂકાદો આયોધ્યામાં રામ મંદિર નિર્માણ, અને હવે 22 જાન્યુઆરી 2024 એ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે! એ પણ અવિસ્મરણીય ઘટના. આ ઉપરાંત ચંદ્ર યાન 3નું સફળ લેન્ડિંગ થયું! એમાં થી છૂટાં પડેલાં રોજર ત્યાં ના વાતાવરણથી આપણાં સાઇન્ટિસ્ટ ને અપડેટ કરશે. આદિત્ય ઈલેવન પણ એની દિશામાં કામ કરી રહ્યું છે.
રાજકીય વાદળ પણ પ્રમાણમાં સ્થિર રહ્યા. કાશ્મીર જેવા રાજ્યમાં ઘણી શાંતિ રહી. કલમ 370 ની બંધારણ માંથી બાદબાકી કરી, અને રાજકીય રીતે સળગતા પ્રશ્નોનો નિવેડો આવ્યો. G20 નું ભારતમાં આયોજન થવું એમાં સામેલ દેશ સાથે વૈશ્વિક શાંતિ મુદ્દે પોતાનાં મત મુકવા. સરકાર એ ઉલ્ફા સાથે શાંતિ કરાર કર્યા અને આસામનાં અલગ અસ્તિત્વ પર પૂર્ણવિરામ મુકાયું.છેલ્લા સમાચારોની વાત કરીએ તો હમણાં જ તાજા સમાચારમાં યુનો એ સતત ક્યાંકને ક્યાંક જંગલોમાં લાગતી આગને જોઈ ગ્લોબલ વોર્મિંગ ની જગ્યાએ ગ્લોબલ બોઈલીંગ શબ્દ વાપર્યો છે અને બીજા તાજાં સમાચાર મુજબ ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન સર્વ કરવામાં આવશે! ગાંધીના ગુજરાતની આમ પણ દારૂબંધી હોવા છતાં દૂરદર્શન હતી અને એમાં પણ હમણાં તો ન્યુયર પાર્ટી અને ક્રિસ્મસ એન્જોય ના નામે ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂનું પી રીતે વેચાણ થઈ રહ્યું છે, ગઈકાલે આરજે દેવકીનો એક વીડિયો જોયો એમાં અમદાવાદમાંથી જ લાખોનો દારૂ પકડાયો. એટલે આ સારું સાબિત થશે કે ખોટું એ તો આગળ પર ખબર પડશે પરંતુ હવે ધીરે ધીરે સુરતના ડાયમંડ બૂર્સ પણ પરમિટ મેળવવા માટે તત્પર છે ગુજરાતમાં 52000 પરમીટ ધારકો હતા એમાંથી હંગામી રીતે પરમીટ અપાઈને આજે ત્રણ લાખ સુધી આંકડો પહોંચી ગયો છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને કારણે સરકારને 1000 કરોડની આવકનો અંદાજ છે.ઘટનાઓ તો કેટલી એ ઘટી હશે અને એ મુજબ સમાચાર પણ પ્રવર્તમાન થયા હશે પરંતુ મૂળ વાત ત્યાં છે કે માનવી જ્યાં સુધી સ્વયં શિસ્ત ને અનુસરશે નહીં ત્યાં સુધી એ સામાજિક વિકાસને સાધી શકશે નહીં? વ્યક્તિગત ઉંમર જેમ વધે એમ આપણે પણ એવું મેચ્યઓડ વર્તન કરવું ઘટે! પણ નહીં આપણે તો ઉલટાના બાલીશ થતાં જઈએ છીએ. 2024 ના વર્ષને ફટાકડા ફોડીને ભલે ના ઉજવીએ પણ અમુક પ્રકારના સંકલ્પ તો જરૂર કરીએ. જેમ કે વિકાસ માટે વ્યક્તિગત રીતે જે કરવું પડે તે કરીશું, અને વધુને વધુ પોઝિટિવ રહેવા માટે પ્રયત્ન કરીશું. પહેલા પિક્ચરમાં અને વિદેશમાં જોવા મળતા મોટા મોટા મોલ અને કોર્પોરેટ કંપનીઓ ની ઓફીસ વગેરે જોઈને એમ થતું કે આપણે આવું ક્યારે થશે! આજે એ બધું જ થયું ટેકનોલોજીની રીતે પણ આપણે આદ્યતન થતાં જઈએ છીએ! છતાં આપણી માનસિકતા કંઈ હજી એટલી બદલી નથી! તો વિશ્વમાં શાંતિ રાષ્ટ્રની સુરક્ષા અને સમાજની વ્યવસ્થા માટે આપણે પોતે જ સ્વયં શિસ્તનાં મંત્રથી દિક્ષિત થઈ જીવન જીવવા કટિબદ્ધ થઈએ! તો 2024 નાં વર્ષમાં આપણે બધી રીતે આગળ વધી શકાય!!! જય હિન્દ.

વિશ્વમાં શાંતિ રાષ્ટ્રની સુરક્ષા અને સમાજની વ્યવસ્થા માટે આપણે પોતે જ સ્વયં શિસ્તનાં મંત્રથી દિક્ષિત થઈ જીવન જીવવા કટિબદ્ધ થઈએ! તો 2024 નાં વર્ષમાં આપણે બધી રીતે આગળ વધી શકાય!!!
Comment

Your email address will not be published. Required fields are marked *