
મદદ શબ્દ નાનો છે પરંતુ કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવવા ફૂલ નહી તો ફૂલની પાખડી જેટલી કરેલી મદદ પણ જરૂરિયાતમંદ માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે ત્યારે સાંપ્રત સમયમાં જરૂરિયાતમંદોને શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ મદદ કરતી હોય છે.
” આપણે પણ હમેશાં મુસીબતમાં ફસાયેલા લોકોને મદદ કરવી જોઈએ. “માનવ સેવા એ જ પ્રભુ સેવા ! ”
શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા કપરાડા અને ધરમપુર તાલુકામાં બે નિરાધાર વ્યક્તિને રહેવા માટે ઘર બનાવવા માટે સહાય આપવામાં આવી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા અને ધરમપુરના તૂબી ગામે નિરાધાર માટે ચોમાસામાં રહેવા માટે ઘર બનાવવા માટે સ્વામિનારાયણ ના સંતો મદદરૂપ બન્યા

કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે એક ઝુપડામાં રહેતી મહિલા સુમિત્રા બેન પવાર જે નિરાધાર હોય જેનું ઘર ઝૂંપડું આંગ આગ લાગતા સંપૂર્ણ બળી ગયું હતું. ગામના અગ્રણીઓ અને સરપંચ સંગીતા બેન પટેલ દ્વારા ખૂબ જ દયાનીય પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા હોવાનું એક સ્થાનિક પત્રકાર સતિષભાઈ દ્વારા સમાજ સેવાને વરેલી સંસ્થાશ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ યુએસએ ના ધ્યાન ઉપર લાવતા સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી અન્ય સંતો ધોધડકુવા ગામની નિરાધાર મહિલા ને ચોમાસામાં રહેવા માટે ઘર અને જીવન જરૂરિયાત સહાય કરવામાં આવી હતી.


ધરમપુર તાલુકાના તુબી ગામે અંકુશભાઈ પટેલ જે પણ નિરાધાર હોય ગામના યુવાનો દ્વારા રહેવા માટે ધર બનાવવા માટેની મદદરૂપ થવા માટે સ્વામી કપિલ જીવનદાસજીને ધ્યાન પર લાવતા જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ધોધડકુવા ગામમાં એક નિરાધાર મહિલા જેવો માનસિક અસ્વસ્થ જીવન ગુજારી રહ્યા હોય તેમને અનાજ તથા લાઈટ ની સગવડ કરી આપી માનવતા મહેક આવી હતી.
Ad..





