
GPSC Recruitment : ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે અરજી પ્રક્રિયા આવતીકાલ 15 સપ્ટેમ્બરથી શરુ થશે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોર 30 ઑક્ટોબર સુધીમાં OJAS GPSCની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકશે.
GPSCએ જાહેરાત ક્રમાંક 47/2024-25 થી 67/2024-2025 સુધીની વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. જેમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ-3 માટેની 153 પદો માટે ભરતી જાહેર કરી છે. આ સિવાય નાયબ સેક્શન અધિકારી(કાયદા) માટે 40 જગ્યાઓ અને ગાંધીનગર મહાપાલિકાની 45 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ બધી પોસ્ટ સહિત અન્ય કુલ 315 પોસ્ટ માટે GPSC જાહેરાત બહાર પાડી છે.
વિવિધ પોસ્ટ માટે GPSC દ્વારા બહાર પડાયેલી જાહેરાત…….
