1. News
  2. DGVCL
  3. હવે એ મોદી નથી રહ્યાં જેમની 56 ઈંચની છાતી હતી…’ જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધી વરસ્યાં

હવે એ મોદી નથી રહ્યાં જેમની 56 ઈંચની છાતી હતી…’ જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધી વરસ્યાં

Share

Share This Post

or copy the link

rahul gandhi political-rally-in-poonch

Political Rally In Poonch: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જમ્મુ અને કાશ્મીરના પુંછમાં સુરનકોટમાં પાર્ટીના ઉમેદવાર શાહનવાઝ ચૌધરી માટે પ્રચાર કર્યો હતો. તેમણે સુરનકોટના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં એક વિશાળ રેલીને સંબોધિત કરી હતી. તેમની રેલી શરૂઆતમાં સવારે 9:30 વાગ્યાની હતી, જેનો સમય બાદમાં બદલવામાં આવ્યો હતો.

ચૂંટણી પ્રચાર માટે પહેલીવાર સુરનકોટ ગયા રાહુલ

રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે પહેલીવાર સુરનકોટ ગયા હતા. સુરનકોટમાં શાહનવાઝ ચૌધરી ગઠબંધનના ઉમેદવાર તરીકે મેદાનમાં છે, જ્યારે તેમના મુખ્ય હરીફ ભાજપના ઉમેદવાર મુશ્તાક બુખારી છે આથી અહીં જોરદાર ટક્કરની અપેક્ષા છે.

ભાજપ અને આરએસએસ નફરત ફેલાવે છે

આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘તમે જાણો છો કે બીજેપી અને આરએસએસના લોકો જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે. તેઓ ભાઈને ભાઈ સાથે લડાવે છે. તેઓ માત્ર નફરત ફેલાવવી જાણે છે. તેમનું રાજકારણ પણ નફરતનું રાજકારણ છે. તમે જોયું જ હશે કે જો કોઈ વ્યક્તિ નફરત કરે છે તો તેને નફરતથી નહીં પરંતુ માત્ર પ્રેમથી મારી શકાય છે અને તેથી જ આ વિચારધારાઓની લડાઈ છે, એક તરફ નફરત ફેલાવનારા લોકો છે તો બીજી તરફ પ્રેમની દુકાનો ખોલનારા લોકો છે. કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધી સંદેશો હતો કે નફરતથી કોઈને ફાયદો થતો નથી.

‘મોદી હવે મોદી જેવા નથી રહ્યા’- રાહુલ ગાંધી

સુરનકોટમાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તમે પહેલાના નરેન્દ્ર મોદીને જોયા જ હશે, જેમની 56 ઇંચની છાતી હતી, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પહેલાના નરેન્દ્ર મોદી આજે નરેન્દ્ર મોદી નથી રહ્યા. આજે, વિપક્ષ જે પણ કરવા માંગે છે, અમે તે પૂર્ણ કરીએ છીએ. તેઓ કાયદા લાવે છે, અમે તેનો વિરોધ કરીએ છીએ, તો તે નવો કાયદો લાવે છે. હવે તેમનો આત્મવિશ્વાસ જતો રહ્યો છે. અમે નરેન્દ્ર મોદીની સાયકોલોજી તોડી નાખી છે. આ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. ચૂંટણી દરમિયાન તેમણે કહ્યું કે હું બિલકુલ જૈવિક નથી, મારું સીધું જોડાણ ઉપર છે, જો હું સીધી વાત કરું તો ઇન્ડિયા ગઠબંધન એટલું પ્રેશર છે કે તેણે નરેન્દ્ર મોદીને માનસિક રીતે તોડી નાખ્યા છે. અમે નફરત કર્યા વગર નફરતને હરાવી છે.’

પ્રથમ વખત રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ એવું પણ ઘણી વખત બન્યું છે કે રાજ્યને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હોય. પરંતુ અહીં પહેલીવાર કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે. તમારા લોકતાંત્રિક અધિકારો તમારી પાસેથી છીનવાઈ ગયા છે. પ્રથમ વખત કોઈ રાજ્યને કહેવામાં આવ્યું કે હવે તમે રાજ્ય નહીં પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બની જશો, તેથી અમારી પ્રથમ માંગ છે કે તમારું રાજ્ય તમને પાછું આપવામાં આવે. અમે તેમના પર દબાણ બનાવીને કામ કરાવીશું, જો આ લોકો કામ નહીં કરે તો અમે કામ પૂરું કરીશું.’

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘તેઓએ આખા દેશમાં બેરોજગારી ફેલાવી છે, તેઓ અબજોપતિઓને ફાયદો કરાવી રહ્યા છે, તેઓ તેમની લોન માફ કરી રહ્યા છે, જેઓ દેશને રોજગાર આપી રહ્યા હતા તેઓએ તેમને પણ ખતમ કરી દીધા છે. આથી એવી પરિસ્થિતિ ઉભી થઈ કે ભારતમાં ક્યાંય રોજગાર મળતું નથી. અહીં જમ્મુ-કાશ્મીરમાં પણ આવી જ હાલત છે.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘જો અહીંના યુવાનોને રોજગાર જોઈતો હોય તો મોદી સરકાર રોજગાર આપી શકશે નહીં. તમારી સરકાર ચલાવવામાં તમારો કોઈ અભિપ્રાય જ નથી, તમારી સરકાર દિલ્હીથી ચાલે છે, અમે ઈચ્છીએ છીએ કે તમારી સરકાર જમ્મુ-કાશ્મીરથી ચાલે. અમારો પ્રયાસ ચૂંટણી પહેલા રાજ્યનો દરજ્જો મેળવવાનો હતો, પરંતુ તેઓએ તે થવા દીધું નહીં.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ‘તેઓ ભાગલા પાડવાનું કામ કરે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ભાગલા પાડી દે છે અને સંઘર્ષ સર્જે છે. તેમણે અહીં પણ એવું જ કર્યું. હું કહેવા માંગુ છું કે તેમનો પ્રોજેક્ટ નિષ્ફળ જશે. અમે બધાને સાથે લઈ જઈશું અને દરેકના અધિકારો માટે આગળ વધીશું. અમારા માટે દરેક સમાન છે. અમે બધાને પ્રેમથી સાથે લઈને આગળ વધીશું.’

હવે એ મોદી નથી રહ્યાં જેમની 56 ઈંચની છાતી હતી…’ જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધી વરસ્યાં
Comment

Your email address will not be published. Required fields are marked *