સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. સુખાલા – નાનાપોઢા તાલુકા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર મમતા બેન જયસુખભાઈ પટેલ (જે.ડી. પટેલ) દ્વારા આજે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પક્ષના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
મમતા પટેલે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારમાં સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને સામાન્ય જનતાની સાચી સેવા માટે પ્રતિબદ્ધ છે. રસ્તા, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય અને યુવાનો માટે રોજગારી જેવી મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને કાર્ય કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લોકોની સમસ્યાઓને નજીકથી સમજીને તેના ઉકેલ માટે સતત પ્રયત્ન કરવામાં આવશે.
તેમણે મતદારોને સંબોધતા અપીલ કરી હતી કે “તમારો એક મત માત્ર ઉમેદવારને નહીં, પરંતુ વિકાસ, ઈમાનદારી અને વિશ્વાસને મજબૂત બનાવશે.” સાથે જ તેમણે કમળના ફૂલ નિશાન પર મત આપી વિજયી બનાવવાની વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની ચૂંટણી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર છે, જેને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર કામગીરી તેજ કરી દીધી છે.










સુખાલા – નાનાપોઢા તાલુકા પંચાયત બેઠક માટે મમતા પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું






