
સુખાલા – નાનાપોઢા તાલુકા પંચાયતની અંભેટી જિલ્લા પંચાયત બેઠક માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર મમતાબેન જયસુખભાઈ પટેલ (જે.ડી. પટેલ)એ આજે સત્તાવાર રીતે પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે પક્ષના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો.બીજી તરફ, જિલ્લા પંચાયત માટે અંભેટી જિલ્લા પંચાયત ઉમેદવાર મિતેશભાઈ પટેલ પણ ઉમેદવાર તરીકે સક્રિય પ્રચારમાં જોડાયા છે.

પ્રચાર દરમિયાન મમતાબેન પટેલે મતદારો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “સ્થાનિક વિકાસ, સ્વચ્છતા, પાણી અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવો મારી પ્રથમ જવાબદારી રહેશે.”

આ કાર્યક્રમમાં ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તેઓએ મમતાબેન પટેલના સમર્થનમાં જનતા પાસે મતદાન કરવા અપીલ કરી હતી. બીજી તરફ, જિલ્લા પંચાયત માટે અંભેટી વિસ્તારમાં મિતેશભાઈ પટેલ પણ ઉમેદવાર તરીકે સક્રિય પ્રચારમાં જોડાયા છે, જેને કારણે ભાજપના પ્રચારમાં વધુ ગતિ આવી છે.

પ્રચાર દરમિયાન ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામે ગામે જઈને મતદારોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે અને લોકસમર્થન મેળવી પાર્ટી જીત માટે વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.

આગામી ચૂંટણીમાં આ બેઠક પર ભારે ટક્કર જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.












