ગુજરાતમાં 720 બેઠકો બિનહરિફ : નવો રેકોર્ડ બન્યો

On: April 16, 2026 10:01 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતમાં આગામી 26મી એપ્રિલે યોજાનારી કોર્પોરેશન-પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જવા સાથે જ પ્રચારયુધ્ધ છેડાઇ ગયું છે. આ વખતે રેકોર્ડબ્રેક સંખ્યામાં બેઠકો બીનહરિફ થઇ છે. 720 બેઠકોમાં ચૂંટણી પૂર્વે જ ઉમેદવારો જીતી ગયા છે. તેમાં મોટાભાગના ભાજપના જ છે.

જ્યાં બહુમતી ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ચૂંટણી પછી ભાજપનું શાસન નિશ્ચિત બની ગયું છે.

હવે રાજ્યની 9237 બેઠકો પર 24368 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
ગુજરાતની 15 કોર્પોરેશન, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે 26મીએ યોજાનારી ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાનો બુધવારે છેલ્લો દિવસ હતો. રાજકીય કાવાદાવા વચ્ચે નેતાઓ-કાર્યકરોએ જબરી દોડધામ કરી હતી.

બેઠકો બિનહરિફ કરાવવાના પ્રયાસ થયા હતા. છેલ્લા દિવસે 1816 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા અને તેમાં 720 ઉમેદવારો બીનહરિફ થયા હતા જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ ગણાય છે.

ભાજપને 2015માં 37 બેઠકો બિનહરિફ મળી હતી. 2021માં આંકડો 220 થયો હતો. આ વખતે સંખ્યા 720 થતાં નવો રેકોર્ડ બન્યો છે. એવા નિર્દેશ છે કે આઠ જેટલી નગરપાલિકાઓમાં ભાજપ દ્વારા ચૂંટણી પૂર્વે જ બહુમતી હાંસલ કરી લેવામાં આવી છે.

કડીમાં 36માંથી 28 તથા ગોંડલમાં 23 બેઠકો ચૂંટણી પૂર્વે જ જીતીને શાસન નિશ્ચિત બની ગયું છે. આ ઉપરાંત ઉંઝા, બાગડ, ગણદેવી, સહેરા જેવી નગરપાલિકામાં પણ સતા નિશ્ચિત બની છે.

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવા સાથે હવે 9237 બેઠકો પર 24368 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. સૂત્રોએ એમ કહ્યું કે, સૌથી વધુ નગરપાલિકાઓમાં બેઠકો બીનહરિફ થઇ છે. પંચાયતો તથા કોર્પોરેશનમાં પણ સંખ્યા નોંધપાત્ર છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!