વલસાડ જિલ્લાની ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાની વિદ્યાર્થીની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી નામ રોશન કર્યું

On: December 7, 2022 2:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડાના આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીએ ભગિની સમાજ હાઈસ્કૂલમા ધોરણ-૧૧ મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોનાલીબેન ભોયા ગામ વરવઠ તા. કપરાડા જી.વલસાડ એ રાજ્ય કક્ષાએ પ્રથમ અને નેશનલ કક્ષાએ દ્વિતીય નંબર

11મો રાજ્યકક્ષાનો ખેલમહકુંભ સુરત ખાતે યોજાયો હતો જેમાં ટેકવિન્ડો રમતમાં અંદર -17 (32kg) માં

વલસાડ જિલ્લાની ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડા વિદ્યાર્થીની સોનાલી સુરેશભાઈ ભોયાએ ટેકવિન્ડો રમતમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભગિની સમાજ હાઈસ્કૂલનું નામ રોશન કર્યું હતું.

Ad….

ત્યાર પછી આ રમત રાષ્ટ્રીયકક્ષાએ દહેરાદૂન (ઉતરાખંડ) મહારાણા પ્રતાપ સ્પોર્ટસ કોલેજ મુકામે યોજાયેલ હતી . આ ટેકવોન્ડો સ્પર્ધામાં ભગિની સમજ હાઈસ્કૂલ ઉદવાડા ( R. S ) ની વિદ્યાર્થીની સોનાલી સુરેશભાઈ ભોયા ધો (૧૧-અ) ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું હતું .ભગિની સમાજ હાઈસ્કૂલમા ધોરણ-૧૧ મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોનાલીબેન ભોયા ગામ – વરવઠ તા- કપરાડા જી.વલસાડ એ રાજ્ય કક્ષાએ પ્રથમ અને નેશનલ કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી ગુજરાત રાજયનું તેમજ ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડા નું નામ રોશન કરવા બદલ શાળાનાં આચાર્યા ચેતનાબેન પટેલ તેમજ શાળા પરિવાર વતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સોનાલીબેન ભોયાનું ટેકવોન્ડો રમત રમી ને શાળામા પરત આવતા શાળા ના આચાર્યા તેમજ શાળા પરિવાર અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી ને અભિનંદન પાઠવ્યા હતા…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!