News

‘૨૫ વર્ષ જનસેવા થી રાષ્ટ્રસેવા’ અંતર્ગત મોટાપોંઢામાં તાલુકા કક્ષાનો સેવા સેતુ યોજાયો !

  • મોટાપોંઢા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
  • સરકારી યોજનાઓના લાભથી એકપણ સાચો લાભાર્થી વંચિત ન રહે તે માટે અરજીઓનો સ્થળ પર નિકાલ

“૨૫ વર્ષ જનસેવા થી રાષ્ટ્રસેવા”ના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પારદર્શક અને પ્રજાલક્ષી વહીવટ માટે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા મોટાપોંઢા ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કરશન ફળિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Advertisement

કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ વ્યક્તિગત લાભલક્ષી યોજનાઓનો લાભ એકપણ સાચા લાભાર્થીથી વંચિત ન રહે તે હતો. ગ્રામજનો અને લાભાર્થીઓ દ્વારા આયુષ્યમાન કાર્ડ, જાતિના દાખલા, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મીટર અને પાવર લોડ, આંગણવાડી કામગીરી, માતા-મૃત્યુ અને સમાજ સુરક્ષા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ખેતીવાડી સંબંધિત કામગીરી, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામની સરખામણી, રેશનકાર્ડમાં નામ સુધારા, જન્મ-મરણ નોંધણી તથા અન્ય સરકારી સેવાઓ અંગે પણ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા અરજીઓની સ્થળ પર ચકાસણી કરી શક્ય તેટલો ઝડપી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ગુણવંતીબેન સહિત મહેશભાઈ, હિતેશભાઈ પટેલ, રમીલાબેન, જિલ્લા ભાજપ મહામંત્રી વિપુલ ભોયા, નાનાપોંઢા તાલુકા ભાજપ પ્રમુખ નિમેષભાઈ, તાલુકા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ બારીયા, મામલતદાર સંજયભાઈ ટેલર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી સરકાર અને પ્રજા વચ્ચે સીધો સંવાદ મજબૂત બની રહ્યો છે અને નાગરિકોને સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *