News

ધરમપુરના નેશનલ હાઈવે-56 પર ટ્રેક્ટર હોટલમાં ઘૂસી જતાં અકસ્માત

લાકડમાળની શિવલહેરી હોટલમાં અફરાતફરી, ફર્નિચર સહિત વાહનોને નુકસાન; હોટલમાં બેઠેલા બાળકોનો ચમત્કારિક બચાવ

ધરમપુર: ધરમપુર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર લાકડમાળ વિસ્તારમાં આવેલી શિવલહેરી હોટલમાં ટ્રેક્ટર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલેફોટો બનાવો હોટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં હોટલના ફર્નિચર સહિત બહાર પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, લાકડમાળ ખાતે આવેલી શિવલહેરી હોટલમાં લોકો બેઠા હતા. તે દરમિયાન અચાનક એક ટ્રેક્ટર બેકાબૂ બની હોટલમાં ઘૂસી ગયું હતું. ટ્રેક્ટર હોટલમાં ઘૂસી જતાં અંદર રાખવામાં આવેલા ટેબલ, ખુરશીઓ સહિતના ફર્નિચરને નુકસાન થયું હતું. આ ઉપરાંત હોટલની આસપાસ રહેલા બાઈક, એક્ટિવા તેમજ ફોર વ્હીલર વાહનો પણ ટ્રેક્ટરની અડફેટે આવતાં નુકસાન થયું હતું.

આ અકસ્માતમાં સૌથી રાહતની વાત એ રહી કે હોટલમાં બેઠેલા બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રેક્ટર અચાનક હોટલમાં ઘૂસી આવતાં બાળકો અને ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે બાળકોને કોઈ ગંભીર ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.

પ્રાથમિક રીતે જાણવા મળતી વિગતો મુજબ ટ્રેક્ટરચાલક ટ્રેક્ટર ચલાવવાનું શીખી રહ્યો હતો. દરમિયાન ટ્રેક્ટર પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

રહેણાંક અને વેપારી પ્રવૃત્તિઓ ધરાવતા હાઈવે વિસ્તારની હોટલમાં આ પ્રકારનો અકસ્માત સર્જાતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને વાહન ચલાવવાનું શીખતા લોકો દ્વારા જાહેર માર્ગો પર પૂરતી તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.

આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ હોટલના ફર્નિચર અને અન્ય વાહનોને થયેલા નુકસાનને કારણે આર્થિક નુકસાન થયું છે. જાહેર માર્ગો પર ટ્રેક્ટર સહિતનાં વાહનો ચલાવતી વખતે યોગ્ય તાલીમ, નિયંત્રણ અને સલામતીના નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે આ ઘટના ફરી એકવાર દર્શાવે છે.

હોટલમાં બેઠેલા બાળકોનો બચાવ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *