News

પારડીના બોરલાઈ ગામે 17થી 23 નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન !

પારડીના બોરલાઈ ગામે 17થી 23 નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

Advertisement

કથાકાર પ.પૂ.ડો. રોહિતભાઈ શાસ્ત્રીના મુખેથી શ્રવણ થશે ભાગવત કથા; શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને રુક્મિણી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બોરલાઈ ગામના મંદિર ફળિયામાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થાય તેવા શુભ આશય સાથે આગામી તા. 17 નવેમ્બરથી 23 નવેમ્બર, 2026 દરમિયાન સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં કથાકાર પ.પૂ.ડો. રોહિતભાઈ શાસ્ત્રી (વલસાડવાળા)ના મુખેથી શ્રદ્ધાળુઓને ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે.

આયોજનની શરૂઆત તા. 17 નવેમ્બર, મંગળવારના રોજ સવારે 8:30 કલાકે ધ્વજારોહણ સાથે થશે. સાંજે 5 વાગ્યે રસિકભાઈ શંકરભાઈ પટેલ તથા કેતનભાઈ ગુલાબભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા નીકળશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે મંગલાચરણ અને કથા મહાત્મ્યનું વર્ણન કરવામાં આવશે.

સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 20 નવેમ્બર, શુક્રવારે રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા. 22 નવેમ્બર, રવિવારે રુક્મિણી વિવાહ અને તા. 23 નવેમ્બર, સોમવારે સુદામા ચરિત્ર સાથે કથાનું વિરામ થશે. દરરોજ સાંજે 5થી 9:30 કલાક દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આ પ્રસંગે પ.પૂ. શ્રી રામદાસજી મહારાજ (અમૃત), પ.પૂ. શ્રી પુષ્પાબેન માતાજી (સુખાલા), પ.પૂ. શ્રી જગદીશાનંદજી મહારાજ (સેરીમાણ) અને પ.પૂ. શ્રી મનોજ મહારાજ (સુપેશ)ના આશીર્વાદ પ્રાપ્ત થશે.

કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પોલીસ અધિકારીઓ, સામાજિક આગેવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ સમગ્ર ધાર્મિક કથા આયોજન શ્રી રાજેશભાઈ ઉત્તમભાઈ પટેલ તથા શ્રી હિતેશભાઈ ઉત્તમભાઈ પટેલના પટાંગણમાં, મુ. બોરલાઈ, મંદિર ફળિયા, તા. પારડી, જિ. વલસાડ ખાતે યોજાશે.

આયોજક પરિવાર અને ગ્રામજનો દ્વારા ભક્તજનોને પરિવાર સહિત ઉપસ્થિત રહી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના આ પવિત્ર ત્રિવેણી સંગમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *