ગુજરાતમાં આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું : ઉત્તર પૂર્વના પવનોને કરાવ્યો કડકડતી ઠંડીનો અહેસાસ અને પવનોની ગતિ પ્રતિ કલાક 15 થી 20ની રહેતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,

On: January 30, 2026 10:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


ઉત્તર પૂર્વના પવનોને કરાવ્યો કડકડતી ઠંડીનો અહેસાસ અને પવનોની ગતિ પ્રતિ કલાક 15 થી 20ની રહેતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે, આગામી દિવસોમાં હજી ઠંડી વધી શકે છે

ગુજરાતમાં આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું

અમદાવાદમાં 12.8 ડિગ્રી, ડીસામાં11.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.5 ડિગ્રી, ભાવનગર 15.1 ડિગ્રી તાપમાન, કેશોદમાં 10.4 ડિગ્રી, મુન્દ્રામાં 14 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.2 ડિગ્રી, પોરબંદરમાં 12.5 ડીગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 12.6 ડીગ્રી, દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી

ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તર પૂર્વના પવનોને કરાવ્યો કડકડતી ઠંડીનો અહેસાસ અને પવનોની ગતિ પ્રતિ કલાક 15 થી 20ની રહેતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે, આગામી દિવસોમાં હજી ઠંડી વધી શકે છે.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી હવામાન બદલાઈ ગયું છે

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.

કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો?

હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે ‘અલ નિનો’ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.

ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે

છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.

આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.

અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લામાં રૂ. ૧૬.૩૭ કરોડના ખર્ચે ૫૭ ગ્રામ પંચાયતના નવા ભવનનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. ૧૮.૨૭ કરોડના ખર્ચે ૯૭૬ વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ કરાયું

ભેરવી ફાટક ગણેશ ફાર્મ ખાતે ગરીબોને ધાબળા, બહેનોને સાડી અને આદિવાસી વિદ્યાર્થીઓને યુનિફોર્મ-નોટબુકનું વિતરણ !

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

વિશેષ :આજે 29 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

નાનાપોઢા અને કપરાડા તાલુકામાં સ્થાનિક મીડિયાનો અભાવ, બહારગામના મીડિયા પ્રતિનિધિના નામે ચાલતો કારોબાર ચિંતાજનક !

ભયાનક અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ DGCA દ્વારા કરવામાં આવી છે.

error: Content is protected !!