મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

On: April 17, 2026 5:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં વદ ચૌદસની પવિત્ર મધ્યરાત્રિએ એક ભાવવિભોર અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે મહાકાળી માતાનું ભવ્ય પૂજન સંપન્ન થયું હતું. આ પૂજન વિધિ દર્શનભાઈ જેરામભાઈ પટેલના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લે પોતાની પરંપરાગત અને અખંડ ભક્તિભાવથી માતા મહાકાળીની આરાધના કરી હતી.

આ પ્રસંગે મુકેશભાઈ જાની અને પ્રતીક પટેલ સહિતના ભક્તોએ પણ પૂજા વિધિમાં સહભાગી બની આ ધાર્મિક કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો હતો. મધ્યરાત્રિના નિર્જન સમયે દીવાબત્તીની ઝગમગાટ અને મંત્રોચ્ચારના પવિત્ર સ્વરોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ એકાગ્ર ચિત્તે માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
પ્રફુલભાઈ શુક્લે આ અવસરે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે “મહાકાળી મા માત્ર એક દેવી નહીં પરંતુ કલિયુગમાં પ્રત્યક્ષ પ્રગટ થતી શક્તિનું જીવંત સ્વરૂપ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયના તણાવગ્રસ્ત જીવનમાં મહાકાળી માતાની ઉપાસના મનુષ્યને આત્મશાંતિ અને આંતરિક શક્તિ પ્રદાન કરે છે. “મહાકાળી મા કરુણામયી છે, તે પોતાના ભક્તોને કપરા સમયમાં માર્ગદર્શન આપે છે અને જીવનમાં સુખ-શાંતિનો સંચાર કરે છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના જીવનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કાળી માતાની કૃપાથી જ રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રમાં વિવેકનું પ્રગટન કર્યું અને તેમને વિશ્વવિખ્યાત સ્વામી વિવેકાનંદ તરીકે સ્થાપિત કર્યા. આ ઘટના દર્શાવે છે કે મહાકાળી માતાની આરાધના વ્યક્તિના જીવનમાં અજોડ પરિવર્તન લાવી શકે છે.
પ્રફુલભાઈએ જણાવ્યું કે મહાકાળી મા કરુણાનું સાક્ષાત સ્વરૂપ છે. તે માત્ર ભયનો નાશ કરતી દેવી નથી, પરંતુ ભક્તોને આશ્રય આપનારી અને જીવનમાં નવી દિશા દર્શાવનારી માતા છે. આજના યુગમાં જ્યારે માનવી અનેક પ્રકારની માનસિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે મહાકાળી માતાની ઉપાસના તેને સ્થિરતા અને સકારાત્મક ઊર્જા આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રફુલભાઈ શુક્લ છેલ્લા 50 વર્ષથી દર મહિના ની વદ ચૌદસે મધ્યરાત્રિએ મહાકાળી માતાનું પૂજન અવિરત રીતે કરતા આવ્યા છે. તેઓ ભારત હોય કે વિદેશમાં, આ ધાર્મિક નિયમને ક્યારેય ભૂલતા નથી. આ તેમની અડગ શ્રદ્ધા અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે, જે અનેક ભક્તોને પ્રેરણા આપે છે.
કેપ ટાઉન જેવી વિદેશી ધરતી પર આવી રીતે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનું પાલન થતું હોવું એ ગૌરવની બાબત છે. આ કાર્યક્રમ દ્વારા વિદેશમાં વસતા ભારતીયો માટે પોતાના મૂળ સંસ્કારો સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા મળે છે. મહાકાળી માતાના જયઘોષ સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જેમાં હાજર તમામ ભક્તોએ “જય મહાકાળી માઁ”ના ગૂંજતા નાદ સાથે માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એકરૂપ બની ગઇ હતી. પ્રફુલભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ પૂજન વિધિએ તમામ ભક્તોના હૃદયમાં નવી ઊર્જા અને આશા પ્રગટાવી હતી. વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના આ પ્રકાશથી સમગ્ર વાતાવરણ ઉજ્જવળ બની ગયું હતું.
અંતમાં, મહાકાળી માતાની આરાધનાથી જીવનમાં આવતી દરેક મુશ્કેલી દૂર થાય છે અને ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે — આ સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. “જય મહાકાળી માઁ”ના ગુંજતા સ્વરો વચ્ચે ભક્તોએ માતાજી પ્રત્યે પોતાની અડગ આસ્થા વ્યક્ત કરી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

ગુજરાતમાં 720 બેઠકો બિનહરિફ : નવો રેકોર્ડ બન્યો

નાનાપોંઢાના કાકડકોપર સિલ્વર હોટલ ખાતે ભાજપની વ્યૂહરચના બેઠક: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સંગઠન સજ્જ, જીતનો સંકલ્પ

કેપ ટાઉન: સાઉથ આફ્રિકા ખાતે પ્રફુલભાઈ શુક્લની 891મી ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ

સેવાકીય વારસાને આગળ ધપાવતી જયશ્રીબેન આહીર: મુન્દ્રા તાલુકા પંચાયત ચૂંટણીમાં ગુંદાલા સીટ પરથી ઉમેદવારી

error: Content is protected !!