વસુંધરા રાજે બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ? ભાગવત સાથે મુલાકાત કર્યા બાદ અટકળો શરૂ …

On: September 26, 2024 9:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

Vasundhra Raje

Vasundhra Raje: ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્થાન કોણ લેશે? કોણ હશે જે સંગઠનને વધુ મજબૂતી આપશે? ભાજપ અધ્યક્ષ મામલે એવા અનેક પ્રશ્નો છે જે હાલમાં રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. જો કે, વસુંધરા રાજેની સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત બાદ એવી અટકળોએ જોર પકડ્યું છે કે, વસુંધરા રાજે જ ભાજપના નવા અધ્યક્ષ બનશે. ચર્ચા ચાલી રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે વસુંધરા રાજેનું નામ સંઘની પહેલી પસંદ છે. આ સમાચાર આવ્યા બાદ વસુંધરા રાજે છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ ેછે.

રાજેને અભિનંદન મળવા લાગ્યા

સોશિયલ મીડિયા પર વસુંધરા રાજેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અંગે આગોતરા અભિનંદન મળવા લાગ્યા છે. સંઘ દ્વારા વસુંધરા રાજે ઉપરાંત સંજય જોશીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવરાજ સિંહ ચૌહાણનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આગળ કર્યું છે. પરંતુ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સૌથી યોગ્ય નામ તરીકે વસુંધરા રાજેના નામ પર જ વિચાર કરી રહ્યું છે. આ દરમિયના પાર્ટી તરફથી શું નિર્ણય આવશે? હવે એ જોવાનું બાકી છે.

બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે

વસુંધરા રાજે બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે. તેઓ 2003થી 2008 અને 2013થી 2018 સુધી રાજસ્થાનના મુખ્યમંત્રી પદ પર કાર્યરત હતા. વસુંધરા રાજેએ કેન્દ્રમાં મહત્વની જવાબદારીઓ પણ નિભાવી છે, હાલમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ ધરાવે છે. વસુંધરા રાજે 5 વખત લોકસભાના સાંસદ બન્યા છે. તેઓ 1985થી સક્રિય રાજકારણમાં છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!