ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે ? બોટાદના BAPS સાળંગપુર ખાતે મળશે બેઠક..

On: June 26, 2024 11:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સાળંગપુર ખાતે પ્રદેશ કારોબારીની આ બેઠક ટૂંક સમયમાં મળી શકે છે. 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે.

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને (BJP president) લઈ મોટા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. માહિતી છે કે, નજીકના સમયમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (C.R. Patil) અધ્યક્ષતામાં મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહેશે.

આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.

પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તે રહસ્ય પરથી હવે જલદી પડદો ઊઠી શકે છે. કારણ કે, માહિતી છે કે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપની (Gujarat BJP) કારોબારી બેઠક મળવાની છે, જેમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ (BJP New president) માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. જો કે, ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષને જવાબદારી સોંપાઈ શકે છે.

બોટાદના BAPS સાળંગપુર ખાતે મળશે બેઠક

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections) નવસારી (Navsari) બેઠક પરથી સી.આર. પાટીલ જીત્યા હતા. હવે તેમને કેન્દ્રીય મંત્રાલયની જવાબદારી મળી છે. ત્યારે, હવે ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે. માહિતી મુજબ, બોટાદના (Botad) BAPS સાળંગપુર ખાતે પ્રદેશ કારોબારીની આ બેઠક ટૂંક સમયમાં મળી શકે છે. 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

error: Content is protected !!