2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવી શકે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!

On: December 27, 2024 10:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કોવિડ અચાનક આવી ગયો અને ઝડપથી દુનિયાભરમાં ફેલાયો અને લાખો લોકોના જીવ લઈ ગયો. ત્યારથી એવું લાગે છે કે એ કહેવું કદાચ યોગ્ય હશે કે લોકો હવે આગામી કયો મોટો રોગ દસ્તક આપશે બની શકે કે કોઈ વાયરસ, બેક્ટેરિયા, ફંગસ કે પછી ‘પેરાસાઈટ’ તરીકે ફેલાય. (રસીનો મોટો આભાર માનવો પડે) કોવિડ ખતમ થવાની કગારે છે અને આવામાં જાહેર સ્વાસ્થ્યઅધિકારી ત્રણ સંક્રમક રોગ મેલેરિયા (એક પેરાસાઈટ), એચઆઈવી (એક વાયરસ) અને ટ્યુબરક્યુલોસિસ (એક બેક્ટેરિયા) અંગે ખુબ ચિંતિત છે.

તેના કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકોના મોત થાય છે. આ સિવાય અધિકારીઓએ ચિંતાજક જીવાણુઓ ઉપર પણ નિગરાણી કરવાની છે. ખાસ કરીને એવા જીવાણુઓ જે એન્ટીબાયોટિક્સ અને એન્ટીવાયરલ જેવી દવાઓના કાબૂથી પણ બહાર થઈ ચૂક્યા છે. આ જીવાણુઓથી છૂટકારો મેળવવા માટે સામાન્ય રીતે આ દવાઓનો ઉપયોગ થાય છે.

કઈ બીમારી ફેલાઈ શકે?
વૈજ્ઞાનિકોએ આગામી સંભવિત સમસ્યા માટે સતત આકરી નિગરાણી કરવી જોઈએ. જો કે કોઈ પણ મોટી બીમારી ક્યાંય પણ ફેલાઈ શકે છે. પરંતુ કેટલીક બીમારીઓ કેટલાક સમૂહોમાં ઝડપથી ફેલાય છે. જેમાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ પણ સામેલ છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસ ઘણા સમયથી ચિંતાનો વિષય બનેલો છે અને 2025માં તે એક ગંભીર સમસ્યા બની શકે છે. ઈન્ફ્લુએન્ઝા એનો એક પેટાસ્વરૂપ એચ5એન1 છે. જેને ક્યારેક બર્ડ ફ્લૂ પણ કહેવામાં આવે છે. આ વાયરસ જંગલી અને ઘરેલુ પક્ષીઓ (જેમ કે મરઘી) બંનેમાં વ્યાપક રીતે ફેલાય છે. હાલમાં જ આ વાયરસ અનેક અમેરિકી રાજ્યોમાં ડેરી પશુઓને પણ સંક્રમિત કરી રહ્યો છે તથા મંગોલિયામાં ઘોડાઓમાં પણ મળી આવ્યો છે. જ્યારે પક્ષીઓમાં ઈન્ફ્લુએન્ઝાના કેસ વધવા લાગે છે તો હંમેશા ચિંતા રહે છે કે ક્યાંક તે મનુષ્યો સુધી ન પહોંચી જાય.

બચવાની જરૂર
વાસ્તવમાં બર્ડ ફ્લૂ મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. આ વર્ષે અમેરિકામાં તેના 61 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના કેસમાં કૃષિ મજૂરોના સંક્રમિત પશુઓના સંપર્કમાં આવવાથી તથા કાચું દૂધ પીનારા લોકોના કારણે થયા છે. તેના પહેલાના બે વર્ષોમાં અમેરિકામાં ફક્ત બે કેસ સામે આવ્યા હતા. જેની સરખામણીમાં આ વધારો ઘણો વધુ કહી શકાય. મનુષ્યોના બર્ડ ફ્લૂથી સંક્રમિત થવાના કેસમાં મૃત્યુદર 30 ટકા છે. આવામાં જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓની પ્રાથમિકતાની સૂચિમાં બર્ડ ફ્લૂ ટોચના રોગોમાંથી એક છે. સદનસીબે એચ5એન1 બર્ડ ફ્લૂ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. જેના કારણે મનુષ્યોમાં મહામારી ફેલાવવાની આશંકા ખુબ ઓછી થઈ જાય છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસને કોશિકાઓની અંદર પ્રવેશ કરવાની અને પ્રતિકૃતિ બનાવવા માટે કોશિકાઓની બહાર રહેલા સિયાલિક રિસેપ્ટર્સ નામના બહાર આવેલી સંરચનાઓ સાથે જોડાવું પડે છે. આ ફ્લૂ વાયરસ મનુષ્યના શરીરની અંદર આ સિયાલિક રિસેપ્ટર્સને ખુબ સારી રીતે ઓળખી લે છે જેના લીધે તેના માટે આપણી કોશિકાઓની અંદર પ્રવેશ કરવાનું સરળ બની જાય છે. જેના લીધે મનુષ્યમાં આ વાયરસ ફેલાય છે.

બર્ડ ફ્લૂ કોનામાં ફેલાય છે
બીજી બાજુ પક્ષીઓના મામલામાં આવું હોતું નથી અને મનુષ્યોની સરખામણીમાં તેમનામાં બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાય છે. જો કે એક તાજા અભ્યાસથી એ જાણવા મળે છે કે બર્ડ ફ્લૂના અનુક્રમણમાં મ્યુટેશન પણ થાય છે. જેનાથી એચ5એન1 વાયરસને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવવામાં મદદ મળે છે અને તેના કારણે મહામારી પણ ફેલાઈ શકે છે. જો બર્ડ ફ્લૂનો આ પ્રકાર મનુષ્યો વચ્ચે ફેલાવા લાગે તો સરકારોએ તેના પ્રસારને કાબૂમાં લેવા માટે તરત કાર્યવાહી કરવી જોઈએ. દુનિયાભરમાં રોગ નિયંત્રણ કેન્દ્રોએ બર્ડ ફ્લૂ અને અન્ય બીમારીઓ માટે મહામારી સંબંધિત તૈયારીઓની યોજના ઘડી છે. જેમ કે બ્રિટને 2025ની તૈયારીઓમાં એચ5 રસીના લગભઘ 50 લાખ ડોઝ ખરીદ્યા છે. જે બર્ડ ફ્લૂથી બચાવી શકે છે. બર્ડ ફ્લૂ ભલે મનુષ્યોમાં ફેલાવવાની આશંકા નહોય પરંતુ તે 2025માં પશુઓના સ્વાસ્થ્યને હજુ વધુ પ્રભાવિત કરી શકે છે. તેનાથી માત્ર પશુઓના સ્વાસ્થ્ય પર જ મોટી અસર પડશે એટલું નહીં પરંતુ ખાદ્ય આપૂર્તિ ખોરવાવાની અને આર્થિક પ્રભાવ પડવાની પણ આશંકા પ્રબળ છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!