
- સક્સેસ કોમ્પ્યુટર નું ઉદ્ઘાટક કરતા નવસારી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ ડૉ વિશાલ પટેલ, વાંસદા તાલુકા ભાજપ આગેવાન અને ડાંગી હોટલ ના માલિક ભુપેન્દ્ર પટેલ, વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલાઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ના સુથારપાડા ગામ જે ગુજરાતનું છેલ્લું બોર્ડર વિલેજ અને મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલું છે જે 22 ગામ નું નાનું બજાર છે જ્યાં આજુબાજુના ગરીબ વિદ્યાર્થીઓ તથા અન્ય ભાઈઓ બહેનો માટે કોમ્પ્યુટર નું એક સેન્ટર ખોલવામાં આવ્યું છે તેના સંચાલક જગદીશભાઈ એ આયોજન કર્યું છે

સક્સેસ કોમ્પ્યુટર નું ઉદ્ઘાટક કરતા નવસારી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ ડૉ વિશાલ પટેલ, વાંસદા તાલુકા ભાજપ આગેવાન અને ડાંગી હોટલ ના માલિક ભુપેન્દ્ર પટેલ, વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બીપીન માહલા, કપરાડા જિલ્લા પંચાયત ચંદરભાઈ ગાયકવાડ, સુઠરપાડા જિલ્લા પંચયતના સભ્ય શ્રી સુરેશભાઈ કામઠી, સુઠરપાડા ગામના આગેવાન ભાસ્કરભાઈ સિંઘાડ, તાલુકા પંચાયતના સભ્ય સ્ત્રીઓ, આજુ બાજુ ગામ ના સરપંચશ્રીઓ એ હાજરી આપી હતી ડૉ વિશાલ પટેલ એ કહ્યું કે જીવન માં કોમ્પ્યુટર ની ખૂબ જરૂર છે કારણ કે ગમે ત્યાં નોકરીઓ માટે કોમ્પ્યુટર નો જમાના આવી ગયો છે મારે તો યુવા વર્ગોને કોઈપણ કામ હોય તો ખાસ કે જો હું તમને ઉપયોગી થઈશ. ભુપેન્દ્ર પટેલ એ કહ્યું કે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયા નું સપ નું આપણે સાકાર કરવાનો છે આજે આપણે બેંકમાં જવું ન પડે તમારે મોબાઇલથી જ બધું વહીવટી કામ ચાલે એવો જમાનો આવી ગયો છે. અને કુદરતી ખેતી ઉપર ખાસ ભાર આપવો જોઈએ. બીપીન માહલા એ કહ્યું કે આજે તમે ગમે તેટલા ભણેલા હોય તમે કોમ્પ્યુટર કે થોડુ ઇંગલિશ આવડતું હોય તો તમે શેર બજાર માર્કેટિંગ કરી શકો છો જેથી તમને દિવસમાં 500 અને 1000 રૂપિયાની પણ આવક થશે અને એ પણ તમે બેઠા બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કરી શકો છો અને આપણે ટૂંક સમયમાં રોજગાર મેળા નો પણ આયોજન કરવું જોઈએ જેથી આજુબાજુના ગામો માંથી ભાઈ એ બેહનો ને રોજગારી મળી જાય અને તમામ પ્રકારની મદદરૂપ અને સહકાર ની ખાત્રી આપી હતી.
Ad..







