કચ્છના વેપારીના પુત્રનું અપહરણ: અંજારના સંજીવ તોમરના પુત્ર યશનું અપહરણ

0
145

કચ્છના ટીમ્બરના વેપારીના પુત્રનું અપહરણ અંજારના સંજીવ તોમરના પુત્ર યશનું અપહરણ, સવા કરોડની ખંડણી માગતાં અડધી રાતે પોલીસ દોડતી થઈ

અંજારમાં રહેતાં ટીમ્બરના વેપારીના 19 વર્ષના પુત્રનું કોઈ શખ્સે અપહરણ કરીને સવા કરોડ રૂપિયાની ખંડણી માંગતા પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘટના અંગે પૂર્વ કચ્છ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સહિત વિવિધ 10 ટૂકડીઓએ ગહન તપાસ હાથ ધરી છે.

અંજારના મેઘપર બોરીચીમાં આવેલી મંગલમ
રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવકુમાર તોમર
સવારે 10 વાગ્યે નિત્યક્રમ મુજબ એક્ટિવા લઈ ઘેરથી
કોલેજ જવા નીકળ્યો હતો. જે સાંજે 5 વાગ્યા સુધી
પરત આવ્યો નહોતો. જેથી તેની માતાને અજાણ્યા
મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે
પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી છોડાવવા
માટે સવા કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.
ઘટનાના પગલે યશની માતા મોડી રાત્રે 11 વાગ્યે
અંજાર પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી. પોલીસે અજ્ઞાત
શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યશના
પિતા ટીમ્બરના વેપારી અને બ્રોકર છે. બનાવ સમયે
તેઓ ધંધાર્થે દિલ્હી હતા અને આજે પરત આવી ગયા
છે.

મોડી રાત્રે અપહરણ અને ખંડણીનો બનાવ ધ્યાને
આવતા અંજાર PI એસ.ડી. સિસોદીયા તુરંત
હરકતમાં આવી ગયા હતા. બનાવ અંગે તત્કાળ વડા
અધિકારીઓનું ધ્યાન દોરવા સાથે તમામ પોલીસ
મથકોમાં જાણ કરી દેવાઈ હતી.
બનાવને ગંભીરતાથી લઈ SP સાગર બાગમાર અને
નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ LCB, SOG
અને આસપાસના પોલીસ મથકના અધિકારીઓ
કર્મચારીઓની વિવિધ 10 ટીમ બનાવી ગહન તપાસ
શરૂ કરાવી છે.

પોલીસ સૂત્રોએ CCTV ચેક કરતા લાપતા યશ છેલ્લે
આદિપુર સંતોષી માતાના મંદિર નજીક સ્પોટ થયો
હતો. તે સમયે તેની પાછળ અજાણ્યો શખ્સ પણ
બેઠેલો જણાય છે. પોલીસે જે નંબર પરથી ફોન
આવેલો તે નંબર ટ્રેસ કરતા તે નંબર ગાંધીધામના જ
એક છૂટક ફળફળાદિ વેચતા શખ્સનો હોવાનું બહાર
આવ્યું છે. પોલીસે તેને ઉપાડીને પૂછતાછ કરતા તેણે
અજાણતા વ્યક્ત કરી છે. આ શખ્સની આઈડીના
આધારે ભળતી વ્યક્તિએ જ સીમ કાર્ડ કઢાવ્યું
હોવાની શક્યતા છે.

પોલીસે લાપતા યશની સાથે અભ્યાસ કરતા મિત્રો
જોડે પણ ચર્ચા કરી, પરંતુ કોઈ વિશેષ કડી મળી
નથી. યશનો મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ છે. તેનું
વાહન પણ મળ્યું નથી. જે નંબરથી ખંડણી માંગવામાં
આવી હતી, તે નંબર પણ બંધ થઈ ગયો છે અને ફરી
ફોન આવ્યો નથી. પોલીસ વિવિધ એંગલ ૫૨ ગહન
તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here