વલસાડ જિલ્લા સંઘના હોદ્દેદાર પ્રાથમિક શાળામાં શાળાના ટેરેસ પર શરાબ કબાબની મહેફિલ ..

0
4782

વલસાડ જિલ્લા સંઘના હોદ્દેદાર પ્રાથમિક શાળામાં શાળાના ટેરેસ પર શરાબ કબાબની મહેફિલ ..

“જંગલ મેં મોર નાચા કિસને દેખા “મહેફિલ માણતા શિક્ષકો કોઈપણ જગ્યાએ આ ઘટના મીડિયામાં બહાર પાડવામાં આવશે નહીં 5 શિક્ષકોની પાસે રૂપિયા લઈ પતાવટ કરવામાં આવી છે.

ગુનાઓ આચારનારા તમામ શિક્ષકો તેમજ આચાર્યને સજામા કપરાડા તાલુકામાં મૂકવામાં આવે છે કેમ ?

વલસાડ જિલ્લાના સંઘ અને કપરાડા તાલુકા સંઘ ના હોદ્દેદાર દ્વારા પાર્ટીનું આયોજન કર્યું હોવાની વાત જાણવા મળી છે.

વલસાડ જિલ્લાના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના જુદાં જુદાં તાલુકાની પ્રાથમિક શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો હોય કે એચટાટ આચાર્ય હોય જેની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવાની વાત આવે કે સજામા બદલી કરવાની વાત આવે ત્યારે કપરાડા તાલુકો કેમ ?

આ તમામ નફફટ નાલાયક અને શિસ્તના નિયમોનો ભંગ કરનારા નૈતિક અધઃપતન ના ગુનાઓ આચારનારા તમામ શિક્ષકો તેમજ આચાર્યને સજામા કપરાડા તાલુકામાં મૂકવામાં આવે છે.

શૈક્ષણિક સત્રના છેલ્લા દિવસે પ્રાથમિક શાળાના મકાનમાં દારૂ પીતા રંગે હાથ એક ભૂત પૂર્વ નેતા અને ગામ પંચાયતના સરપંચના હાથે પકડાઈ ગયેલ હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે.

કપરાડાની એક કેન્દ્ર શાળામાંથી પ્રાથમિક શાળામાં શાળાના ટેરેસ પર શરાબ કબાબની મહેફિલમા હતા પૂર્વ આચાર્ય પ્રાથમિક શાળાના મકાનના ટેરેસ પરથી રફુચક્કર થઈ ગયા હતા.જ્યારે ત્રણ જેટલા શિક્ષકો પ્રાથમિક શાળાના મકાનના ટેરેસ પરથી ઝડપાઈ ગયા હતા. કપરાડા તાલુકા હોદ્દેદાર દ્વારા દારૂ ચિકન મટન પાર્ટીનું આયોજન કર્યું હોવાની વાત જાણવા મળી.આમ પાંચ મિત્રો ભેગા મળી શૈક્ષણિક સત્રના છેલ્લા દિવસે પ્રાથમિક શાળાના મકાનમાં દારૂ પીતા હતા.નેતા અગ્રણી રાજકીય નેતા અને ગ્રામ પંચાયતના સરપંચએ આ તમામ શિક્ષકોના ફોટા અને વિડીયો બનાવેલા હોવાની વાત પણ લોક મુખે ચર્ચાઈ રહી છે.

સજામાં બદલી થયા છતાં આ શિક્ષકો તેમજ એચ ટાટ આચાર્ય પોતાની બદકામની પ્રવૃતિઓ છોડી શકતા નથી ધરમપુરથી આચાર્ય જેની શિક્ષિકા સાથે અનૈતિક સંબંધોના કારણે સજામાં બદલી કપરાડા તાલુકાના પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે “જંગલ મેં મોર નાચા કિસને દેખા ” ઘણા સમયથી કપરાડા તાલુકામાં રાજ્ય કે રાજ્ય બહારના ઓળખપત્ર 3000 હજાર થી લઈ 25000 રૂપિયા આપી પત્રકાર ના કાર્ડ ગળે લટકાવી ફરે છે. અને કેટલાક યુટ્યૂબ વાળા રોફ જમાવી ફરે છે. સરકારી માહિતી કચેરીમાં કોઈપણ નોંધ નથી. પ્રાથમિક શાળામાં શાળાના ટેરેસ પર શરાબ કબાબની મહેફિલ માણતા શિક્ષકો કોઈપણ જગ્યાએ આ ઘટના બહાર પાડવામાં આવશે નહીં 5 શિક્ષકોની પાસે 10000 રૂપિયા લઈ પતાવટ કરવામાં આવી છે. રૂપિયા 50000 લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here