ગુજરાતમાં પોલીસની જેમ હવે શિક્ષકોને પણ નવી ડ્યુટી આપવામાં આવનાર છે.

0
172

રાજ્યના શિક્ષકોને CPRની તાલીમ અપાશે, પ્રથમ તબક્કે 1.69 પ્રાથમિક શિક્ષકો અને 7 હજાર આચાર્યોને તાલીમ

ગુજરાતમાં પોલીસની જેમ હવે શિક્ષકોને પણ નવી ડ્યુટી આપવામાં આવનાર છે. તેમણે પણ પોલીસની જેમ કા ડયાક પલ્મોનરી રિસસિટેશન (CPR)ની તાલીમ લેવી પડશે. યુવાનો અને બાળકોમાં હૃદયરોગના કેસોમાં વધારો થતાં શિક્ષકોએ 15 દિવસની તાલીમ લેવી પડશે.

શિક્ષકોને મેગાકેમ્પમાં CPRની તાલીમ આપવાનો નિર્ણય કર્યો

ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટએટેક અને કાર્ડયાકના પેશન્ટ વધતા જાય છે, જેમાં સ્કૂલ અને કોલેજના બાળકોના કિસ્સા વધારે જોવા મળ્યાં છે. રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક તબક્કે 1.75 લાખ જેટલા શિક્ષકોને મેગાકેમ્પમાં CPRની તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 3જી ડિસેમ્બરથી 17મી ડિસેમ્બર દરમ્યાન શિક્ષકોને તાલીમ આપવા માટે કેમ્પ યોજવામાં આવશે. જે શિક્ષક તાલીમ લઇને તૈયાર થશે તે આવા ક્રિટીકલ કેસોમાં મદદરૂપ થશે. રાજ્યમાં હાલ પોલીસ જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હોવાથી તેઓ માર્ગો પર કોઇને હાર્ટએટેક આવ્યો હોય તો સીપીઆરની મદદથી તેને બચાવવાની કોશિષ કરી રહ્યાં છે.

રાજ્યભરની 37 જેટલી કોલેજોને પસંદ કરવામાં આવી

રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને CPRની તાલીમ માટે પસંદ કરવામાં આવશે. આ કેમ્પ માટે રાજ્યભરની 37 જેટલી કોલેજોને પસંદ કરવામાં આવી છે, જ્યાં મેગા કેમ્પ કરી શકાશે. પ્રથમ તબક્કામાં 1.69 લાખ પ્રાથમિક શિક્ષકો અને 7 હજાર જેટલા આચાર્યોને તાલીમ અપાશે. આ પછી માધ્યમિક શિક્ષકોને તાલીમ અપાશે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here