સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

0
94

લાંબું છે પણ જાણવા જેવું છે………

હું જેટલા વર્ષ જીવ્યો તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો

૦૧) કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે.

૦૨) તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.

૦૩) સામેવાળી વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશનથી હવે અંજાતો નથી.

૦૪) ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી.

૦૫) નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.

૦૬) ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

૦૭) રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું.

૦૮) વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

૦૯) ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

૧૦) સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

૧૧) બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓથી નહી એ સમજાઈ ગયું છે.

૧૨) હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાંએ કરી ચૂક્યા હોય છે.

૧૩) જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે.

૧૪) હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.

૧૫) ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલામાં સંતોષ થાય છે.

૧૬) પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

૧૭) ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું

૧૮) નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે. આપ પણ જરા વિચારી યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.

✍🏻 આયખાના વર્ષનું સરવૈયું …

🤔😀😅😃🤣😆😜😂

*શરીર મા-બાપની દેન, આત્મા પરમ કૃપાળુ પરમાત્માની દેન, નામ ફોઇબાની દેન હવે આપણું પોતાનુ કાંઇ હોય નહીં તો વળી નફો નુકસાન કેવુ…???*

*સ્પોર્ટસ:* વર્લ્ડની મોટી સાઇકલ સ્પર્ધામાં નવસારીના તેજસ પટેલ ક્વોલીફાય
https://divya-b.in/eiCtgCM39Eb

📸 Look at this post on Facebook
https://m.facebook.com/story.php?story_fbid=pfbid03HjcvYFuhNhu1D1Ecg2DP4gnXcSh38yvXDc9Tarb42y3FAKyrVX5wJfB58oiVqbKl&id=100005410239382&mibextid=ZbWKwL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here