ધો-12 અને ગુજકેટનું પરિણામ જાહેર થશે: સાયન્સ અને કોર્મસનું રિઝલ્ટ સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે, માર્કશીટ માટે એક દિવસ રાહ જોવી પડશે

0
35

બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ
નંબર નાખી પરિણામ જોઈ શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં
પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતા પરિણામની
વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે
હવે આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું
પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા
મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા
આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર
પરિણામ જોઈ શકશે.બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકાશે
આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ પર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય
પ્રવાહનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન
પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય
પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા
આપી હતી. પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય
તેવી અટકળ હતી. ત્યારે બોર્ડ દ્વારા આવતીકાલે
પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here