- શાળાના આચાર્યશ્રીએ સરપંચ શ્રી ને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું
- ગામની દરેક દીકરી ભણે આગળ આવે સ્વાવલંબી બને દેશની પ્રગતિમાં સહયોગ આપે નામના મેળવે એવી સુંદર વાતો કરી
ત્રિવેણી સંગમ દેશ જ્યારે આઝાદીનો amrut mahotsav મનાવી રહ્યો છે.
વલસાડ જિલ્લાના વાંકલ ગામના નવનિયુક્ત સરપંચ શ્રીમતી ભારતીબેન દેસાઈ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવતા ગામમાં અનેરો આનંદની લહેર જોવા મળી. આજ ગામની શાળામાં ભણ્યા હતા અને આજે 26મી જાન્યુઆરી 73મી પ્રજાસત્તાક દિન ઉજવણી દીકરી ના હાથે દેશને સલામ આપી ગૌરવ ગૌરવાન્વિત થયા હતા.
સરપંચ શ્રી ભારતી દેસાઈએ એમના વક્તવ્યમાં શાળા અને ગામના વિકાસને લઈ ગામની દરેક દીકરી ભણે આગળ આવે સ્વાવલંબી બને દેશની પ્રગતિમાં સહયોગ આપે નામના મેળવે એવી સુંદર વાતો કરી હતી શાળાના વિકાસ તેમજ બાળકો માટે ભેટ પણ આપી શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. અવારનવાર આવી માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.
ડેપ્યુટી સરપંચ શ્રી ચંદ્રસિંહ ફતેસિંહ દેસાઈ એ ગામના વિકાસની ખાતરી આપી હતીAd.