200 કિમીની ઝડપે પવન ફૂંકાશે, દરિયા થશે ગાંડાતૂર. અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દેતી આગાહી

0
542

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે (Ambalal patel) વધુ એક આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર (Rohini Nakshatra) માં વરસાદની આગાહી કરી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભર ઉનાળે જ વરસાદે બઘડાટી બોલાવી છે. ત્યારે અંબાલાલ પટેલની વધુ એક આગાહી એ ગુજરાતીઓના જીવ અધ્ધર કર્યા છે.

Ad..

વેસ્ટન ડીસ્ટર્બન્સ ના કારણે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ થાકી રહ્યો છે. સાથે સાથે ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે ફરી એક વખત વરસાદને લઈને હવામાં નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

Ad..

આવતી 8 જૂન સુધી રહેશે રોહિણી નક્ષત્ર
અંબાલાલ પટેલ જણાવતા કહ્યું હતું કે, 25 મે થી રાજ્યમાં રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે. અને આ નક્ષત્ર 8 જૂન સુધી યથાવત રહેશે. 8 જૂન ના રોજ મુર્ગશીર્ષ નક્ષત્ર બેસી જશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. જ્યારે પહેલા ભાગમાં વરસાદ વરસે છે ત્યારે 72 દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ વરસે તો, તેટલા દિવસના વાયરાના દિવસો ઓછા ગણવામાં આવે છે. એટલે કે ટૂંકમાં સમજીએ તો પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેવી જ રીતે રોહિણી ઉતરતા પણ વરસાદની સંભાવના છે.

ad…

આવનારી 4 જૂન સુધી વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના કેટલાય વિસ્તારોમાં આવનારી ચાર જૂન સુધી વરસાદની આગાહી છે. સાથે જ ત્રણ જૂનથી સાત જુન સુધી અરબ મહાસાગરમાં આવવાનું દબાણ ઊભું થવાની સંભાવના પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

ગાંડોતૂર દૂર થશે દરિયા કિનારો
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 8 થી 10 જૂન વચ્ચે કેરલ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કેરલના દરિયા કિનારા ગાંડાતૂર થશે. સાથે જ બંગાળના ઉપસાગર પણ ચક્રવાત સમજી શકે છે. જે ચક્રવાત ના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જો આવું થયું તો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

શું કહ્યું હવામાન વિભાગે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવતા કહ્યું કે, આવનારા 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. જ્યારે મધ્ય તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બફારાનો અનુભવ થશે. આ સાથે જ ગુજરાતમાં 40 ડિગ્રી આસપાસ ગરમીનો અનુભવ થશે. અમદાવાદમાં હવામાન વિભાગે આજથી લઈને ચાર જૂન સુધી યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here