નાનીવહિયાળ હાઈસ્કુલ મા મફત 3000 નોટબુક નુ વિતરણ સાથે વૃક્ષો રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
198

વલસાડ જિલ્લાના ધરમપુર ની નાનીવહિયાળ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળમા વોક ટુ ગેધસઁ ફાઉન્ડેશન મુંબઈ તરફથી ફાઉન્ડેશન ના પ્રતિનિધિ યુ મેડીકા લેબોરેટરી પ્રા .લિ કંપનીના મેનેજર શ્રી નૈષધભાઇ દેસાઇ ના અધ્યક્ષ સ્થાને ધોરણ 9થી12 ના 410 વિધાર્થીઓ ને કુલ -3000 મફત નોટબુક વિતરણ કરવામા આવી.

Ad..

કાર્યક્રમ મા વાલીમંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ. ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ. સભ્યો મંગુભાઇ પટેલ. જુગલભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળાના આચાર્ય શ્રી.શૈલેશકુમાર આર પટેલ ને સન્માનિત પણ કર્યા હતા
કાર્યક્રમ ના અધ્યક્ષ નૈષધભાઈ દેસાઇ એ નોટબુક નો યોગ્ય ઉપયોગ કરી પરીક્ષામા સુંદર પરિણામ લાવવા અપીલ કરી હતી અને દરવષેઁ પેપર લખવાની પ્રેકટીસ માટે 100 કિલો ફુલસ્કેપ આપવાની પરંપરા ચાલુ રાખવાની ખાતરી આપી હતી વાલી મંડળ ના પ્રમુખ દિલીપભાઈ એ ધોરણ- 9થી12 મા પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિધાર્થીઓ ને સન્માનપત્ર અને ઇનામ આગામી સ્વાતંત્ર્ય દિને આપવાની જાહેરાત કરી વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા .કાર્યક્રમ ના અંતે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.

Ad..

શાળાના આચાર્ય શૈલેશકુમાર પટેલ શાળા પરીવાર અને દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરતના પ્રમુખ સુધાબેન દેસાઈ. મંત્રી દત્તેશભાઇ ભટ્ટે. સહમંત્રી કાંતાબેન પટેલઅને શાળા વાલીમંડળે વોક ટુ ગેધસઁ ફાઉન્ડેશન ના દાતાઓ મનિષભાઈ દોષી રસ્મીનભાઇ સંઘવી ગૌતમભાઇ દેસાઇ વિગેરે નો હદયપુવઁક આભાર વ્યક્ત કર્યો હતો.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here