GPSC દ્વારા 127 પદો પર ભરતી, 10 ઓગસ્ટે છે અરજીની છેલ્લી તારીખ

0
221

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની કુલ 127 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન મોડ મારફતે આ પદો પર અરજી કરી શકે છે. આ ભરતી હેઠળ ગુજરાતમાં ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ પદો પર અરજી કરવા માટે લાયકાત, ઉમર, પસંદગી પ્રક્રિયા સહિતની વિગતો અહીં આપવામાં આવી છે.
GPSC Recruitment 2023 – ભરતી અંગે વિગતો

પદ સંખ્યા
ડેપ્યુટી મામલતદાર વર્ગ 3 07
ડેપ્યુટી સેક્શન ઓફિસર 120
કુલ પદો 127
GPSC Recruitment 2023 – મહત્વની તારીખ

અરજી કરવાની પ્રારંભિક તારીખ- 3 ઓગસ્ટ, 2023

અરજી કરવાની છેલ્લી તારીખ- 10 ઓગસ્ટ, 2023

GPSC Recruitment 2023 – વય મર્યાદા

ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરના પદો પર અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારોની ઓછામાં ઓછી વય 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

GPSC Recruitment 2023 – શૈક્ષણિક લાયકાત

ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરના પદો પર અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. વધુ વિગતો માટે ઉમેદવારો ફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.

GPSC Recruitment 2023 – પસંદગી પ્રક્રિયા

ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરના પદો પર ઉમેદવારોના પસંદગી પ્રક્રિયા 4 ચરણમાં હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત ઉમેદવારોને પ્રિલિમનરી ટેસ્ટ, મેઈન ટેસ્ટ. મેરિટ લિસ્ટ અને ઈન્ટરવ્યૂના તબક્કાઓમાંથી પસાર થવાનું રહેશે.

GPSC Recruitment 2023 – પગાર

ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરના પદો પર પસંદગી પામતા ઉમેદવારોને શરૂઆતમાં માસિક રૂ. 38090 પગાર પેટે ચૂકવવામાં આવશે. 5 વર્ષ બાદ તેમને માસિક રૂ. 1,26,600 પગાર પેટે ચૂકવવામાં આવશે.

GPSC Recruitment 2023 – અરજી ફી

ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરના પદો પર અરજી કરવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારોએ રૂ. 100 + ફી ચૂકવવાની રહેશે, જ્યારે એસસી એસટી વર્ગના વિદ્યાર્થીઓએ કોઈ ફી ચૂકવવી પડશે નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here