
3 માર્ચના રોજ ભારતમાં ચંદ્રગ્રહણ (Chandra Grahan 2026) લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse 2026) સિંહ રાશી અન પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં લાગશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગે શરૂ થશે અને તે 6:46 વાગે પૂરું થશે. ગ્રહકનો સૂતક કાળ સવારે 6:20 વાગ્યાથી થશે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો મુશ્કેલીથી ભરેલ રહી શકે છે.
ચિંતા અને તણાવ જળવાઈ રહેશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ શકે છે. કામ પર દબાણ અને તણાવ વધવાની શક્યતા છે. ઉપરી અધિકારી સાથે મતભેદ શક્ય છે.
ખર્ચમાં અચાનક વધારો તમારા બજેટને બગાડી શકે છે. તેથી નાણાકીય નિર્ણયોમાં સાવધાની રાખો.કૌટુંબિક અને વૈવાહિક જીવન પણ તણાવભર્યાં બની શકે છે. સ્વાસ્થ્ય અંગે માથાનો દુખાવો, થાક અથવા આંખની સમસ્ઓ ચિંતાનો વિષય બની શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય દરમિયાન નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બાકી ભંડોળ પ્રાપ્ત થવામાં વિલંબ થઈ શકે છે. કામ પર અને વ્યવસાયમાં પરિસ્થિતિઓ અસ્થિર રહી શકે છે. સાથીદારો સાથે દલીલો વધી શકે છે. ગુપ્ત દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. માનસિક તણાવ વધશે, જે સંબંધોમાં અંતર બનાવી શકે છે. સ્વાસ્થ્ય અંગે, પેટ અથવા બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે. માટે સાવચેત રહો.
મીન રાશિ
મીન રાશિ માટે આ સમયગાળો અવરોધો અને ગૂંચવણોથી ભરેલો હોઈ શકે છે. કામમાં વિલંબ થશે અને પ્રયત્નો તાત્કાલિક રીતે પરિણામો નહીં આપે. ખર્ચમાં વધારો તમારી નાણાકીય સ્થિતિને નબળી બનાવી શકે છે. કૌટુંબિક તણાવ અને પ્રિયજનો સાથે મતભેદ થવાની સંભાવના છે. માનસિક બેચેની અને અનિદ્રા પણ ચિંતાનો વિષય બની શકે છે. મુસાફરી કરતી વખતે સાવચેત રહો અને કોઈના પર ખૂબ ઝડપથી વિશ્વાસ કરવાનું ટાળો.






