છેવાડાના ગામ સુધી ૨૪×૭ વિજળી પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

On: March 10, 2026 9:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દાંતા ધારાસભ્યના આરોપોને ઊર્જા મંત્રીએ ગણાવ્યા પાયા વિહોણા; બનાસકાંઠાના પાંચ ગામોમાં વર્ષોથી પૂરતા વોલ્ટેજ સાથે વીજ પુરવઠોમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામ અને ઘર સુધી ૨૪ કલાક અને સપ્તાહના સાતેય દિવસ સતત વિજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુચારુ અને મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા ગામડાંઓમાં વીજ પુરવઠો મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા, ખારી, ઝાંબા તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી સતત અને પૂરતા વોલ્ટેજ સાથે વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી હોવાનું રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ આ ગામોમાં વિજળી મળતી નથી તેવા આરોપો લગાવ્યા હતા. આ આરોપો અંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્થળ તપાસ બાદ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પ્રકારના આરોપો તદ્દન પાયા વિહોણા છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં પણ સુવિધાઓ પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને વીજ પુરવઠા અંગે પણ સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને સતત અને પૂરતા વોલ્ટેજ સાથે વિજળી મળી રહે તે માટે ઊર્જા વિભાગ દ્વારા ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઉભા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોને સિંચાઈ માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં નવા ટ્રાન્સફોર્મર, લાઇન અને અન્ય તકનિકી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વીજ પુરવઠામાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાય અથવા કોઈ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવે તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવીને વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવે છે.
મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના આ પાંચ ગામોમાં કુલ ૧,૭૮૮ જેટલા ગ્રાહકોને સતત અને પૂરતા વોલ્ટેજ સાથે વીજળી મળી રહી છે. કપાસિયા ગામમાં વર્ષ ૧૯૮૮થી વિજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને હાલમાં આ ગામમાં ૮૧૬ જેટલા ગ્રાહકો વીજળીનો લાભ લઈ રહ્યા છે. આ ગામને ૧૧ કેવી ક્ષમતાવાળા કપાસિયા જ્યોતિગ્રામ ફીડર મારફતે પૂરતા વોલ્ટેજ સાથે વીજ પુરવઠો આપવામાં આવે છે.
તે જ રીતે ખારી ગામમાં વર્ષ ૧૯૯૩થી વીજળી પહોંચાડવામાં આવી છે. આ ગામમાં હાલમાં ૩૭૪ ગ્રાહકો વીજળીનો લાભ લઈ રહ્યા છે. ખારી ગામને ૧૧ કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડર દ્વારા સતત વીજ પુરવઠો આપવામાં આવે છે.
આ ઉપરાંત ઝાંબા ગામમાં વર્ષ ૨૦૦૭થી વીજળી પહોંચાડવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ ગામમાં હાલમાં ૪૮ ગ્રાહકો છે અને તેમને ૧૧ કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડર મારફતે વીજ પુરવઠો આપવામાં આવે છે. સરકાર દ્વારા નાના ગામડાંઓમાં પણ વીજ સુવિધા પહોંચાડવામાં આવી રહી છે જે ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
હડાદ તાલુકાના રાણપુર-બંગલા ગામમાં વર્ષ ૨૦૦૦થી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ગામમાં હાલમાં ૪૧૨ ગ્રાહકો છે અને તેમને ૧૧ કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડર દ્વારા વીજ પુરવઠો આપવામાં આવે છે. જ્યારે મહુડા ગામમાં વર્ષ ૨૦૦૯થી વીજળી પહોંચાડવામાં આવી છે અને અહીં હાલમાં ૧૩૮ ગ્રાહકોને સતત વીજ પુરવઠો આપવામાં આવે છે. આ ગામને પણ ૧૧ કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડર મારફતે વીજળી પૂરી પાડવામાં આવે છે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ‘જ્યોતિગ્રામ યોજના’ના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનું મજબૂત નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. તેના પરિણામે ગામડાંઓમાં ઘરગથ્થુ વપરાશ, ખેતી, નાના ઉદ્યોગો અને વેપાર માટે સતત વીજળી ઉપલબ્ધ બની છે. આથી ગ્રામ્ય જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી તમામ મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. વીજળી, પાણી, રસ્તા અને શિક્ષણ જેવી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરકારની આ કામગીરીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ વધતી જોવા મળી રહી છે. ખેડૂતોને સિંચાઈ માટે યોગ્ય સમયે વીજળી મળવાથી ખેતીમાં પણ સુધારો થયો છે અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા આગળ પણ આવી સુવિધાઓને વધુ વિસ્તૃત કરવા માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી મંત્રીએ આપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!