નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

On: April 19, 2026 6:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા તાલુકાના નારવડ ગામે અખાત્રીજના પવિત્ર દિવસે આદિવાસી પરંપરાને ઉજાગર કરતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામમાં આ પ્રસંગે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોવાથી અખાત્રીજને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. આ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પરંપરાગત રીતે પૂજનવિધિ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ખેતીમાં પાક કેવો રહેશે તે અંગેનું અનુમાન પણ આ દિવસે કરવામાં આવે છે.

નારવડ ગામે મહિલાઓ દ્વારા વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાન્ય ઉગાડીને તેમાં વિવિધ પાકોના બીજ વાવવામાં આવ્યા હતા. આ બીજોના ઉછેર અને વૃદ્ધિ પરથી આવનારા વર્ષના પાક વિશે અનુમાન કરવામાં આવે છે, જે આદિવાસી પરંપરાનો મહત્વનો ભાગ છે.

આ સાથે કપરાડા વિધાનસભા વિસ્તાર (181)માં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી–2026ને લઈને જનસંપર્ક અભિયાન પણ સક્રિય બન્યું છે. સીલધા જિલ્લા પંચાયત સીટ તેમજ નારવડ તાલુકા પંચાયત સીટ માટે રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આદિવાસી સમાજની પરંપરાગત અખાત્રીજ પૂજા માટે ખાસ કરીને મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી પરંપરાઓ આપણા સંસ્કૃતિના આધારસ્તંભ છે અને તેને જાળવવી સૌની જવાબદારી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

ગુજરાતમાં 720 બેઠકો બિનહરિફ : નવો રેકોર્ડ બન્યો

error: Content is protected !!