આવી ગઈ તારીખ, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વસ્તી ગણતરી; પ્રથમ તબક્કાનું આખું શિડ્યુલ જાહેર, જાણો

On: April 1, 2026 6:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 એપ્રિલથી દેશમાં 2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આ તબક્કામાં મકાન અને પરિવારની માહિતી મેળવવામાં આવશે. આ માટે સરકારે ‘મકાન યાદી અને મકાન ગણતરી’ (HLO) દરમિયાન પૂછવામાં આવનારા 33 પ્રશ્નોનો સેટ જાહેર કર્યો છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જાહેરનામામાં જણાવ્યું છે કે, વસ્તી ગણતરી કરનાર કર્મચારીઓ મકાન નંબર (નગરપાલિકા કે સ્થાનિક સત્તામંડળ દ્વારા અપાયેલ), જનગણના મકાન નંબર અને ફ્લોર, દીવાલ તથા છતના નિર્માણમાં વપરાયેલી મુખ્ય સામગ્રી જેવી વિગતો એકત્રિત કરશે.

તેઓ મકાનના ઉપયોગ અને સ્થિતિનો રેકોર્ડ પણ રાખશે અને તેને એક ગૃહ નંબર ફાળવશે.

આ સાથે જ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં સ્વ-ગણતરી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા કરવામાં આવનારી પૂછપરછ અને ગણતરીની વિગતવાર તારીખોનો રાજ્યવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. નોંધનીય છે કે, વસ્તી ગણતરીમાં પ્રથમ વખત સ્વ-ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે.

જુઓ સંપૂર્ણ શિડ્યુલ:
આંદામાન અને નિકોબાર ટાપુઓ, દિલ્હી
(નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ), ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં સ્વ-ગણતરી 1 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન થશે અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા ગણતરી 16 એપ્રિલથી 15 મે દરમિયાન હાથ ધરવામાં આવશે.

‘કપડાં ઉતારીને પૂજા કરી તો કરોડપતિ બન્યા, તું પણ આવું કર’; સસરાએ ઉતાર્યા વહુના કપડાં

ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ: ઘરોની સ્વ-ગણતરી 5 એપ્રિલથી 19 એપ્રિલ સુધી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા ઘરોની યાદી અને ગણતરી 20 એપ્રિલથી 19 મે સુધી.

ઉત્તરાખંડ: સ્વ-ગણતરી 10 એપ્રિલથી 24 એપ્રિલ સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 25 એપ્રિલથી 24 મે સુધી.

મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ અને હરિયાણા: સ્વ-ગણતરી 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી, મકાન યાદી અને મકાનોની ગણતરી 1 મેથી 30 મે સુધી.

બિહાર: સ્વ-ગણતરી 17 એપ્રિલથી 1 મે સુધી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 2 મેથી 31 મે સુધી.

તેલંગાણા: સ્વ-ગણતરી 26 એપ્રિલથી 10 મે સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 11 મેથી 9 જૂન સુધી.

પંજાબ: સ્વ-ગણતરી 30 એપ્રિલથી 14 મે સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 15 મેથી 13 જૂન સુધી.

દિલ્હી (દિલ્હી નગર નિગમ), મહારાષ્ટ્ર, મેઘાલય, રાજસ્થાન, ઝારખંડ: સ્વ-ગણતરી 1 મેથી 15 મે સુધી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 16 મેથી 14 જૂન સુધી.

ઉત્તર પ્રદેશ: સ્વ-ગણતરી 7 મેથી 21 મે સુધી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 22 મેથી 20 જૂન સુધી.

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરી: સ્વ-ગણતરી 17 મેથી 31 મે સુધી અને વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 જૂનથી 30 જૂન સુધી.

રાજા રઘુવંશી મર્ડર બાદ કામાખ્યા મંદિરના પૂજારીની ભવિષ્યવાણી સાચી પડી, દીકરો પરત આવ્ય

હિમાચલ પ્રદેશ: સ્વ-ગણતરી 1 જૂનથી 15 જૂન સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 16 જૂનથી 15 જુલાઈ સુધી.

કેરળ અને નાગાલેન્ડ: સ્વ-ગણતરી 16 જૂનથી 30 જૂન સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 જુલાઈથી 30 જુલાઈ સુધી.

તમિલનાડુ અને ત્રિપુરા: સ્વ-ગણતરી 17 જુલાઈથી 31 જુલાઈ સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી.

આસામ: સ્વ-ગણતરી 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 17 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી.

મણિપુર: સ્વ-ગણતરી 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી, વસ્તી ગણતરી કર્મચારી દ્વારા 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી.

ભારતમાં તેલ ખતમ થઈ જાય તો…, અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પૂર્વ RAW ચીફની મોટી ચેતવણી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓના કારણે સ્વ-ગણતરી હજુ નક્કી થવાની બાકી છે. આ ઉપરાંત ગુજરાતમાં તારીખોમાં ફેરફાર શક્ય છે. ઝારખંડમાં પણ અત્યારે વસ્તી ગણતરી કરાવવાના ઈરાદાનું જાહેરનામું બહાર પડી ચૂક્યું છે, પરંતુ મકાન યાદીનો સમયગાળો પછીથી જાહેર કરવામાં આવશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા–નાનાપોઢામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ : સિલ્વર હોટલ, કાકડકોપર ખાતે નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારી ઇચ્છુકો ઉપસ્થિત !

વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખપદ માટે રોટેશન ઓર્ડર જાહેર, રાજકીય માહોલ ગરમાયો !

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને સી.એમ. રીલીફ ફંડમાંથી રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું !

કપરાડા વિસ્તારમાં 12 રોડ માટે 10.59 કરોડ ફાળવાયા – આદિવાસી વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

ગુજરાત પંચાયત સેવામાં મોટો ગંજીપો ચીપાયો: 150 TDOની બદલી-બઢતી, જુઓ આખી યાદી

કપરાડા તાલુકાના બોર્ડર વિલેજમાં 8.25 કરોડના રોડ કામોનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કાર્યક્રમ યોજાયો !

error: Content is protected !!