નાનાપોઢા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, જિલ્લા અને તાલુકા સ્તરે ઐતિહાસિક જીત

On: April 28, 2026 7:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લા પંચાયતની તમામ 4 બેઠકો અને તાલુકા પંચાયતની 20માંથી 18 બેઠકો પર ભાજપનો વિજય

વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. જિલ્લા પંચાયતની તમામ 4 બેઠકો ભાજપના ખાતામાં જતાં પક્ષે સંપૂર્ણ દબદબો સ્થાપ્યો છે, જ્યારે તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 18 બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે.

આ જીત પાછળ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના માર્ગદર્શન અને સંગઠનની મજબૂત કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતની બેઠકોમાં અંભેટી બેઠક પરથી મિતેશભાઈ અમરતભાઈ પટેલ, નાનાપોઢા બેઠક પરથી દક્ષાબેન રમતુભાઈ ચૌધરી, મોટાપોઢા બેઠક પરથી અરવિંદભાઈ શંકરભાઈ પટેલ અને માંડવા બેઠક પરથી તૃપ્તિબેન દિનેશભાઈ ધનારિયા વિજેતા બન્યા છે. ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોના વિજયથી તાલુકામાં પક્ષની મજબૂત સ્થિતિ સ્પષ્ટ થઈ છે.

તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું છે. અંભેટી, અરણાઈ, ચીવલ, ડહેલી અને જીરવલ સહિતના વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોે બહુમતીથી જીત મેળવી છે. બિપીનભાઈ ચંપકભાઈ પટેલ, મીનાબેન સુભાષભાઈ ભોયા, જીતેન્દ્રભાઈ રામુભાઈ પટેલ, વિનોદભાઈ ખુશાલભાઈ પટેલ અને કલ્પનાબેન ચંપકભાઈ ભસરા જેવા ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ઉપરાંત જોગવેલ, કાકડકોપર, કોપરલી, કોઠાર, માંડવા, મોટાપોઢા, તંબાડી, વહીયાળ, નાનાપોઢા, ઓઝરડા અને રાતા સહિતના વિસ્તારોમાં પણ ભાજપે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.

બીજી તરફ કોંગ્રેસને મર્યાદિત સફળતા મળી છે. તાલુકા પંચાયતની માત્ર 2 બેઠકો પર કોંગ્રેસને જીત મળી છે. પરિણામો દર્શાવે છે કે મતદાતાઓએ ભાજપના વિકાસના મુદ્દાઓ અને કાર્યશૈલી પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પરિણામો સાથે નાનાપોઢા તાલુકામાં ભાજપનો પ્રભાવ વધુ મજબૂત બન્યો છે. રાજકીય વિશ્લેષકોના મત અનુસાર સંગઠનની સુવ્યવસ્થિત કામગીરી, સ્થાનિક નેતૃત્વ અને વિકાસના મુદ્દાઓએ ભાજપને આ ભવ્ય જીત અપાવી છે. આવનારા સમયમાં આ પરિણામો જિલ્લાની રાજકીય દિશાને અસર કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!