
ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં આમ આદમી પાર્ટી (AAP) જબરદસ્ત દેખાવ કરી રહી છે. રાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જેમાં 185 થી વધુ બેઠકો પર ભવ્ય જીત મેળવી ગુજરાત AAP ઉમેદવારોએ સૌને ચોંકાવી દીધા છે.
પાંચ તાલુકા પંચાયત પર સંપૂર્ણ કબજો
આમ આદમી પાર્ટીનો વિજયરથ રાજ્યભરમાં જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીએ 159 થી વધુ તાલુકા પંચાયત બેઠક પર જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે આમ આદમી પાર્ટી (AAP) બગસરા, લાલપુર અને ગરુડેશ્વર તાલુકા પંચાયત પર સંપૂર્ણ બહુમતી સાથે કબજો જમાવ્યો છે. આ ઉપરાંત વાલીયા અને ચીકદા તાલુકા પંચાયતમાં પણ AAP ઉમેદવારોએ મોટી જીત નોંધાવી છે.
ડેડિયાપાડા-ખંભાળિયામાં ‘AAP’ રાજ
ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં AAP ઉમેદવારોએ મજબૂત પ્રદર્શન કરતા જિલ્લા પંચાયતની 1 અને 5 તાલુકા પંચાયત બેઠક પર મોટી જીત મેળવી છે. બીજી તરફ, ખંભાળિયા નગરપાલિકામાં 5 અને તાલુકા પંચાયતમાં 2 બેઠકો પર AAP ઉમેદવારો વિજેતા થયા છે. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આખી AAP પેનલ (અવેશ સાટી, ઇમ્તિયાઝ ખાન લોદિન, રિહાના રુજા અને શરીફા બ્લોચ) વિજેતા બની છે.
ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી, AAP ઉમેદવાર વિજેતા
ચૂંટણી પરિણામોમાં એક રોમાંચક ઘટના પણ બની હતી. કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘંસારી બેઠક પર ભાજપ અને AAP ઉમેદવાર વચ્ચે ટાઇ પડી હતી. આ સંજોગમાં બંને વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવતા નસીબે સાથ આપ્યો અને AAP ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા હતા.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 પરિણામ: આમ આદમી પાર્ટી (AAP) વિજેતા ઉમેદવારોની યાદી
અમરેલી ચૂંટણી પરિણામ 2026
- બગસરા તાલુકા પંચાયતમાં AAP ઉમેદવાર દકુભાઈ ગાજીપરા જીત્યા
- નવી હડિયાલ તાલુકા પંચાયતમાં AAP ઉમેદવારની 327 વોટથી જીત
- ધારી નગરપાલિકાના વોર્ડ-1 પર ચારમાંથી ત્રણ બેઠક પર AAP ઉમેદવાર જીત્યા
- સરોજબેન જયસુખભાઈ બારૈયા
- કિરણબેન દિલીપભાઈ સાવલીયા
- જગદિશભાઈ છગનભાઈ પટ્ટોળીયા
- ધારીની સુદાવડ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રમિલાબેન 244 મતથી વિજેતા
- ધારીની શાપર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર મુક્તાબેન સુવાગીયા વિજેતા
- દેવગામ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ગોગનભાઈ રમાણી 400 મતથી વિજેતા
- બાંભડિયા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર દયાબેન ગજેરા 345 મતથી વિજેતા
- લુંઘિયા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ત્રુપેશ ભેસાણિયા 200 મતથી વિજેતા
- મુંજીયાસર મોટા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રમેશભાઈ સતાસિયા જીત્યા
જૂનાગઢ ચૂંટણી પરિણામ 2026
- અમરાપુર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની 265 મતથી જીત
- બરડીયા તાલુકા પંચાયત બેઠક પર 440 મતોથી AAP ઉમેદવાર વિજેતા
- બીલખા તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર 101 મતોથી AAP ઉમેદવાર વિજેતા
- વિસાવદરની ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- વિસાવદરની ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- વિસાવદરની મોટી મોણપરી જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- વિસાવદરની કાલસારી જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રાજેશભાઈ વિજેતા
- માણાવદરની કાંજા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર પરવીનભાઈ ચાવડા વિજેતા
- માણાવદરની શાપુર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર 290 મતથી વિજેતા
- માંગરોળની ગાડુ જિલ્લા પંચાયત અને ખેરા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર જીત્યા
- જૂનાગઢની ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- ભેંસાણ તાલુકા પંચાયતની ભેંસાણ-2 બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- ભેંસાણ તાલુકા પંચાયતની ભેંસાણ-1 બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- જૂનાગઢની બંધાળા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- વિસાવદરની બરડીયા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
બોટાદ ચૂંટણી પરિણામ 2026
- ગઢડાની બાજુર-2 તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ગોપાલ મેર વિજેતા
ગીર સોમનાથ ચૂંટણી પરિણામ 2026
- તાલાલા તાલુકાની કુલ 4 તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- તાલાલા તાલુકા પંચાયતની આંબળાશ બેઠક પર 1 હજાર મતોથી AAP ઉમેદવારની જીત
- આમબલાસ અને અંકોલવાડી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- બોરવાવ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- ચિત્રાવડ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
દાહોદ ચૂંટણી પરિણામ 2026
- ગરબાડાની નવાનગર જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- ગરબાડાની આંબાકાચ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- લીમખેડાની ચૈડિયા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારનો 13 મતથી વિજય
- દાભવણ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર જગદીશભાઈ 280 મતથી જીત્યા
- ફતેપુરાની ચલોર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર શર્મિષ્ઠાબેન 1161 મતથી વિજેતા
- દેવગઢ બારિયાની અગાસવાણી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર કેસંબેન શાનુભાઈ 2452 મતોથી જીત્યા
- જાવલી જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ડૉ. દયારામ વસાવા વિજેતા
- ઝાલોદની અંબા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ઉષાબેન 8883 મતથી વિજેતા
- સંતરામપુરની બાબરોલ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર માલ જીગર વિજેતા
- લીમખેડાની ખીરખાઈ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ગણેશભાઈ ડાંગી વિજેતા
સાબરકાંઠા ચૂંટણી પરિણામ 2026
- પોશીના તાલુકા પંચાયતની એક બેઠક પર AAP ઉમેદવારની જીત
છોટાઉદેપુર ચૂંટણી પરિણામ 2026
- હાલોલની બાસ્કા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર 200 મતથી વિજેતા
- ચિસડિયા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર 950 મતથી વિજેતા
- બોર્ડા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- બોકડિયા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રાધીબેન રાઠવા વિજેતા
- મુવાડા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- બોરકાંડા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- કડવાલ જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- ઇટવાડા (ડુંગર) તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- વાકલા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- કડવાલ જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- કડવાલ-2 તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- જેતપુરની આથડુંગરી જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર સંજયભાઈ રાઠવા વિજેતા
- કડવાલ જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- ઝારી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- ડોલરિયા જિલ્લા પંચાયત અને ડોલરિયા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- નાંદોદની ભાદમ જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- નાંદોદની પોઈચા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
કચ્છ ચૂંટણી પરિણામ 2026
- રાપરની આડેસર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
જામનગર ચૂંટણી પરિણામ 2026
- કાલાવડની દેડકદડ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર સંગીતાબેન પિપરીયાની જીત
- ખંભાળિયાની ચોખંડા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ચેતન નંદાણિયા વિજેતા
- કાલાવડની મેકપર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર અરવિંદભાઈ ટાંક વિજેતા
- જામનગર મનપાના વોર્ડ-12 માં AAP ઉમેદવાર જેનબ ઈબ્રાહીમભાઈ ખફી જીત્યા
- જામનગર મનપાના વોર્ડ-12 માં AAP ઉમેદવાર અસલમ કરીમભાઈ ખીલજી જીત્યા
સુરેન્દ્રનગર ચૂંટણી પરિણામ 2026
- ધ્રાંગધ્રાની ચરડવા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- ધાંગધ્રાની રાંચોરઘર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર પ્રેમજીભાઈ વિજેતા
- ધ્રાંગધ્રાની ચૂપણી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર દિગ્વીજયસિંહ પરમાર વિજેતા
- ચોટીલા વિધાનસભા વિસ્તારની ઢોકલવા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- લીંબડીની ધાંધલપુર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર દેવ્યાતભાઈ વિજેતા
- લીંબડીની કસવાળી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર મેઘાભાઈ વિજેતા
રાજકોટ ચૂંટણી પરિણામ 2026
- જસદણની આટકોટ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- જસદણની આટકોટ-2 તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર અજય વસાણી જીત્યા
- ચાંદલી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રમાબેન બગડાની 6 મતોથી જીતૉ
- વડિપરા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર જયરાજ વિશાભાઈ ભોજાણી વિજેતા
- જસદણની કડુકા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રાજુભાઈ જાટાપરા વિજેતા
- જસદણની કમળાપુર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર સંજય વાગાણી વિજેતા
- દહીંસરા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર માણસુર મેટાળિયા 4 મતથી જીત્યા
- દેવગણ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર શૈલેષભાઈ ગાજીપરા વિજેતા
- ગોંડલ તાલુકા પંચાયતની ઘોઘાવદર બેઠક પર 775 મતથી AAP ઉમેદવારની જીત
- ધોરાજીની પાનેલી મોટી-2 તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ચંદુલાલ જાદવ વિજેતા
- આલીધ્રા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની 185 મતથી જીત
- ગોંડલની મોવિયા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર આર્તિબેન જેઠાણી વિજેતા
- જેતપુરની માનકા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- જેતપુરની હાફેશ્વર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- થાણા ગાલોલ જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર જીત્યા
- થાણા ગાલોલ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર જીત્યા
- માલપુરના ઉભરાણ તાલુકા પંચાયત સીટ પર AAP ઉમેદવાર વિજેતા
- કોયલાણા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
- કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર પ્રભાબેન મગરાની 396 મતથી જીત
- જેતપુરની અમરનગર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર કિશોર કોટડીયા વિજેતા
- કેશોદની મોટી કલસારી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર 1206 મતથી વિજેતા
- મોઢવાડા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર 43 મતની લીડથી વિજેતા
નર્મદા ચૂંટણી પરિણામ 2026
- બાર્કટુરા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ભાવતીબેન વસાવા જીત્યા
- ચોપડવાવ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ભરતભાઈ વસાવા જીત્યા
- ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર પૂજાબેન ગોસાઈ 767 મતથી વિજેતા
- નાંદોદની ગુરુદેશ્વર જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- નાંદોદની ગુરુદેશ્વર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
- નાંદોદની પ્રતાપનગર જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવારનો વિજય
- નાંદોદની ધારીખેડા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારનો વિજય
મહિસાગર ચૂંટણી પરિણામ
સંતરામપુર તાલુકાની બાબરોલ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
દેવભૂમિ દ્વારકા ચૂંટણી પરિણામ
સલાયા નગરપાલિકા વોર્ડ-3 માં એક બેઠક પર AAP ઉમેદવાર ગુલામ અબ્દુલા કારા વિજેતા
સુરતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17 માં આમ આદમી પાર્ટીની આખી પેનલ વિજેતા થઈ છે. AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, પૂર્વ આરોગ્ય સમિતિના સભ્ય રચના હિરપરા, અસ્મિતાબેન ધોરાજીયા અને પંકજ ચાવડાનો વિજય થયો છે.
દિગ્ગજ AAP નેતાઓને હારના ઝટકા
આટલી ભવ્ય જીત વચ્ચે આમ આદમી પાર્ટીના કેટલાક કદાવર નેતાઓને હારનો સામનો પણ કરવો પડ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 4 માં AAP પ્રદેશ મહામંત્રી અને ઉમેદવાર મનોજ સોરઠિયાની હાર થઈ છે. આ ઉપરાંત પાયલ સાકરીયાને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
ભાજપમાં જોડાયેલા પૂર્વ AAP નેતાની હાર
આ સાથે જ જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી અને મૂળી બેઠક પરથી રાજુ કરપડાની પણ હાર થઈ હોવાના અહેવાલ છે. આ બંને નેતા તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પછી એક બેઠક જીત્યા બાદ સમગ્ર ગુજરાતમાં AAP કાર્યકર્તાઓએ એકબીજાના મોં મીઠું કરાવી ઉત્સાહભેર જશ્ન મનાવી રહ્યા છે.






