વિકાસના રથે પકડી નવી રફ્તાર ! ભાજપ અને ગુજરાતનો સંબંધ વધુ ગાઢ બન્યો, PM મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને મળશે ‘નવી પાંખો’

On: April 29, 2026 2:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, રાજ્યની જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો અતૂટ વિશ્વાસ આજે પણ અકબંધ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ પરિણામો સાથે ભાજપ અને ગુજરાતનો સંબંધ વધુ ગાઢ બન્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ પરિણામો સાથે ભાજપ અને ગુજરાતનો સંબંધ વધુ ગાઢ બન્યો છે.

તેમણે ભવ્ય વિજય બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું કે, આગામી સમયમાં અમે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. પીએમ મોદીના આ ટ્વીટથી કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાજપની શાનદાર જીત

જણાવી દઈએ કે, ગુજરાતમાં ગત 24મી એપ્રિલના રોજ યોજાયેલ 15 મહાનગરપાલિકાની ચૂંટણીનું આજ રોજ એટલે કે 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થઈ ગયું છે. જાહેર થયેલા આ પરિણામોમાં તમામે તમામ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 15 પૈકી 9 મહાનગરપાલિકા એવી છે કે, જેની મહાનગરપાલિકા તરીકે રચના થયા બાદ પહેલી વાર ચૂંટણી યોજાઈ હતી.

આમાં અમદાવાદ, કરમસદ-આણંદ, ગાંધીધામ, નડીયાદ, જામનગર, નવસારી,પોરબંદર, ભાવનગર, મહેસાણા, મોરબી, રાજકોટ, વડોદરા, વાપી, સુરત, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. વધુમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 માંથી 25 બેઠક પર ભાજપે શાનદાર જીત મેળવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!