મણીબાગ યુવક મંડળ દ્વારા કપરાડા તાલુકાના પૂર્વ બીઆરસી સ્વ.અલ્કેશ છાયાના સ્મણાર્થે મણીબાગ પ્રીમિયર લીગનું આયોજન થાય

0
516

વલસાડ મણીબાગ યુવક મંડળ દ્વારા કપરાડા તાલુકાના પૂર્વ બીઆરસી કૉ.ઓર્ડિનેટર ,ઓમકચ્છ પ્રાથમિક શાળાના શિક્ષક, શૈક્ષિક મહાસંઘ વલસાડના સ્થાપક સભ્ય અને પ્રથમ અધ્યક્ષ અલ્કેશભાઈ છાયાના સ્મણાર્થે મણીબાગ પ્રીમિયર લીગનું આયોજન થાય કરવામાં આવ્યું હતુ.

જેમા રેડ્ડી વોરીયર્સ,વીટી વોરીયર્સ,પંજાબ દે શેર,સ્પાટન્સ જેવી ચાર ટીમોએ ભાગ લીધો હતો.એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ એસ.પી.ક્રિકેટ ગ્રાઉન્ડ નનકવાડા ખાતે મણીબાગ યુવક મંડળના સભ્યો, અમિષ પટેલ,રાકેશ ગોસ્વામી,સાગર મિસ્ત્રી, હાર્દિક પટેલના સહયોગ થી આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા વિજેતા રેડ્ડી વોરીયર્સ ટીમ થઈ હતી.વીટી વોરીયર્સ રનર્સ અપ થઈ હતી.વિજેતા ટીમને અલ્કેશભાઈના ધર્મપત્ની હેમાલીબેન અને પરિવારના સભ્યોના હસ્તે ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું સમાજ સારા શિક્ષકોને હંમેશા યાદ રાખે છે તેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here