કપરાડામાં ટેટ -ટાટાના પાસ થયેલા ઉમેદવારો દ્વારા વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

0
197

વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે મામલતદારશ્રી ને ટેટ -ટાટા ના પાસ થયેલા ઉમેદવારો ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી

કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here