કપરાડાની ઉચ્ચતર માધ્યમિક શાળા વાડધા ખાતે યુવા બોર્ડ કપરાડા દ્વારા દિગ્વિજય દિવસ ઊજવણી કરી

0
140

તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ અમેરીકાના શિકાગો ખાતે વિશ્વધર્મ પરિષદમાં યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદજી એ ભારતની સંસ્કૃતિ અને પરંપરા ને કેન્દ્ર રાખીને તેમજ ભારતીય સંસ્કૃતિ નું ઓળખ આપતું સંબોધન કરીને વિશ્વભરમાં ભારત નું ગૌરવ વધાર્યું હતુ.

તેને પુનઃ યાદ કરાવવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા ના સંયોજક દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક શાળા વાડધા ખાતે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીનાં વિષય પર વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આજના ભાવિ યુવાનો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે વધુમાં વધુ જાણે અને રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ માં જોડાય અને યુવાનોમાં સુસુપ્ત શકતી છુપાયેલ તે બહાર કાઢે તે હેતુ થી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .

આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ , શાળાના સ્ટાફગણ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ નાં જિલ્લા સંયોજક કિરણ એસ ભોયા,તાલુકા સંયોજક દેવચંદભાઈ કનોજા, નારાયણભાઈ ભીમરા, પૂર્વ સંયોજક દીપકભાઈ ભોયા ઉપસ્થિત રહ્યા હતા.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here