નાનાપોઢા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં 99.34 ટકા મતદાન નોંધાયું શનિવારે પરિણામ જાહેર થશે

0
275

વલસાડ જિલ્લામાં કપરાડાના નાનાપોઢા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 99.34 ટકા મતદાન નોંધાયું છે

આજે બજાર ઉતપન્ન સમિતિના ખેડૂત સભાસદો દ્વારા 20 ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યું હતું
ખેતીવાડી ઉત્પ્ન્ન બજાર સમિતિ કપરાડા નાનાપોઢા ખાતે આજે શાંતિપૂર્ણ માહોલ માં 99.34 ટકા જેટલું મતદાન નોંધાયો હતું.

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા વિજય માટે દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં ચેરમેન પદના ઉમેદવાર માટે મુકેશ પટેલ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ માં હરેશ પટેલ દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વેપારી વર્ગ ની ભાજપ સમર્થિત 4 બેઠકો અગાઉ થી જ બિનહરીફ બની ચુકી છે. જયારે આજે કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત 10 -10 ઉમેદવારો માટે ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું કુલ 153 જેટલા મતદારો સામે 152 જેટલું મતદાન બપોર સુધી નોંધાયું હતું. જયારે એક મતદાતા એ મતદાન ના કરતા માત્ર 152 મતદાન નોંધાયું છે આમ શાંતિ પૂર્ણ માહોલ માં એ પી એમ સી માં નાનાપોઢા ચૂંટણી માં મતદાન પૂર્ણ થયું છે બંને પક્ષો દ્વારા એ પી એમ સી માં વિજય થશે નો દાવો કરવામાં આવ્યો છે. મતગણતરી આવતી કાલે સવારે 9 વાગ્યે થી એ પી એમ સી નાનાપોધા ખાતે થી થશે હાલ તો બંને પક્ષની પેનલો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે મતપેટી ખુલ્યા બાદ જ વિજેતા કોણ બનશે એ ખબર પડશે આજે ચૂંટણી સમયે કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચોધરી પણ હાજરી આપી હતી.

Ad.

ાનાપોઢા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં 99.34 ટકા મતદાન નોંધાયું શનિવારે પરિણામ જાહેર થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here