શિવ કથા : કપરાડા તાલુકાના ધોધડકુવાના જલારામ બાપાના મંદિરના ૧૩-માં પટોત્સવ નિમિત્તે શિવ કથા મહોત્સવ

0
245

શ્રી જલારામ ભક્તમંડળ પરિવાર – ધોધડકૂવા તથા સુખાલા, પાટી, અરનાલા, ગોઇમા, સામરપાડા, નેવરી, પરવાસા, પંચલાઈ, નાનાપોંઢા,ચીવલ, બાલચોંઢી, કોઠાર, વાજવડ, કાકડકોપર, મોટાપોંઢા, અંભેટીના સર્વે ગ્રામજનો પૂજ્ય જલારામ બાપાના મંદિરના ૧૩-માં પટોત્સવ નિમિત્તે બટુકભાઈ વ્યાસ શિવ કથાકાર ધરમપુર (લીમ્કા બુક ઓફ રેકોર્ડસ સન્માનિત) ના સાનિધ્યમાં શિવ કથાનું રસપાન કરાવશે.

ગુરુવારના અન્નક્ષેત્રના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે.

અખિલ બ્રહ્માંડના નાયક આશુતોષ ભગવાન શિવ, જગત જનની માં જગદંબા અને શ્રી જલારામ બાપાની અસીમ કૃપાથી મોજે ધોધડકુવાના શ્રી જલારામ મંદિરના તેરમાં પટોત્સવ નિમિત્તે શ્રી શિવકથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિવ કથા મહોત્સવના શ્રવણથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય છે. સુખ, શાંતિ અને સમૃધ્ધિના દાતા, પરમ મંગલ વરદાન આપનારા એવા ભોળા શંભુની કથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષપ્રદાતા છે.
બટુકભાઈ વ્યાસ દ્વારા વ્યાસપીઠ ઉપર અમેરિકા, કેનેડા, ઇગ્લેંડ સહિત ભારતવર્ષમાં શિવ મહાપુરાણ કથાના માધ્યમથી લાખો શ્રધ્ધાળુઓને શિવ બનાવ્યા છે. તેમજ ૪-વખત લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે આવા શિવલિંગ પરંપરાના સર્જક (પેટન્ટ
હોલ્ડર) સરળ શિવ ઉપાસક ૫.પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ બીરાજી પોતાની ભાવભરી, ભક્તિમય,સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

કથા પ્રારંભ

રવિવાર તા. ૧૯-૧૧-૨૦૨૩ ના દિને સવારે ૧૦.૦૦ કલાકે.

II કથા વિરામ ।।

સોમવાર તા. ૨૭-૧૧-૨૦૨૩ ના દિને બપોરે ૧.૦૦ કલાકે.કથા સમયદરરોજ સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ કલાક સુધી

II ધજા રોહણ II

શ્રીમતિ સરોજબેન અશોકભાઈ પટેલ શ્રી અશોકભાઈ રમણભાઈ પટેલ

II પોથીયાત્રા |

રવિવાર તા. ૧૯-૧૧-૨૦૨૩ ના દિને સવારે ૮.૦૦ કલાકે.શ્રીમતિ ગીતાબેન રામુભાઈ પટેલ શ્રી રામુભાઈ ફુલજીભાઈ પટેલ
(ચીવલ થી કથા સ્થળે-ધોધડકૂવા)

શિવ કથા મહોત્સવના ઉત્સવો

શિવ પ્રાગટ્ય : સોમવાર તા. ૨૦-૧૧-૨૦૨૩ના દિને બપોરે ૧૨.૪૫ કલાકે,

ભગવતી સતી પ્રાગટ્ય :

: બુધવાર તા. ૨૨-૧૧-૨૦૨૩ના દિને બપોરે ૧૨.૪૫ કલાકે,

ભગવતી પાર્વતી પ્રાગટ્ય :

ગુરુવાર તા. ૨૩-૧૧-૨૦૨૩ના દિને બપોરે ૧૨.૪૫ કલાકે.

શ્રી ગણેશ પ્રાગટ્ય :

શનિવાર તા. ૨૫-૧૧-૨૦૨૩ના દિને બપોરે ૧૨.૪૫ કલાકે.

શિવ વિવાહ :

રવિવાર તા. ૨૬-૧૧-૨૦૨૩ના દિને બપોરે ૧૨.૪૫ કલાકે.

કથા વિરામ :

સોમવાર તા. ૨૭-૧૧-૨૦૨૩ના દિને બપોરે ૧૨.૪૫ કલાકે.

પટોત્સવ યજ્ઞ :

સોમવાર તા. ૨૭-૧૧-૨૦૨૩ના દિને બપોરે ૨.૦૦ કલાકે. શ્રી જલારામ ભક્તમંડળ પરિવાર – ધોધડકૂવા તથા સુખાલા, પાટી, અરનાલા, ગોઇમા, સામરપાડા, નેવરી, પરવાસા, પંચલાઈ,નાનાપોંઢા,ચીવલ, બાલચોંઢી, કોઠાર, વાજવડ, કાકડકોપર, મોટાપોંઢા, અંભેટીના સર્વે ગ્રામજનો

મહાપ્રસાદઃ દરરોજ બપોરે ૧.૩૦ કલાકે.
શુભ સ્થળ : શ્રી જલારામ મંદિર- ધોધડકૂવા, તા. કપરાડા, જિ. વલસાડ.

શ્રી જલારામ ભક્તમંડળ પરિવાર – ધોધડકૂવા દ્વારા જલારામ બાપા મંદિરના ૧૩માં પોટત્સવ નિમિત્તે આયોજિત આ દિવ્ય ભવ્ય શિવકથા મહોત્સવમાં સર્વેને સહભાગી બની, આપશ્રીના પુણ્યકોષમાં વૃધ્ધિ કરવા તથા કથા શ્રવણનો દિવ્ય લાભ લેવા આપ સર્વેને સહ પરિવાર પધારવા હાર્દિક નિમંત્રણ આપ્યું છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here