વલસાડ જિલ્લામાં ખનીજ વહન કરતા વાહનમાં GPRS ડિવાઈસ લગાવવું ફરજિયાત કરી દેવાતા અનેક વાહનો ચાલકો મુશ્કેલીઓમા મુકાયા

0
1025

(ફાઈલ ફોટો)

  • ગુજરાતમાં સરકારી વહીવટી તંત્રની લાપરવાહી થકી કરોડો રૂપિયાની રોયલટી ની આવક ગુમાવી પડે છે.
  • સાંસદ કે ધારાસભ્યો કેમ યોગ્ય રજુઆત કરી કાયમી ઉકેલ લાવવા માટે રસ નથી.
  • મોટા વાહનોની પરમિશન 40 ટન હોય જ્યારે નાના વાહનોની 8 કે 15 ટન હોય તો રોડ એકજ છે. તો અસમાનતા કેમ કોઈ પણ વાહનો 100 ટકા રોયલટી આપો 20 વર્ષ પહેલા એવી કોઈપણ પ્રકારની ચોરીના બનાવો ના હતા .

હવેથી ખનીજ વહન કરતા વાહનમાં GPRS ડિવાઈસ લગાવવું ફરજિયાત કરી દેવામા આવ્યું છે. ગુજરાત માં ખનીજ ચોરી અટકાવવાના ભાગરૂપે આ નિણર્ય કરાયો છે.ખાણ ખનિજ વિભાગ દ્વારા રેત અને માઈનિંગ ખનનની કામગીરી વધુ પારદર્શક બનાવવા માટે VTMS સિસ્ટમ વિકસાવવામાં આવી છે.પણ વાહનો માં જે ભરવા આવે એની રોયલટી આપો ..
વાહનોનું રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ VTMS સિસ્ટમ મારફત કરવામાં આવશે, જેના માટે સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન નોંધણી બાદ GPRS થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરાશે. આ સિસ્ટમથી પેનલ્ટી ચોરી અને ગેરકાયદે ખનનને પણ અટકાવી શકાશે પણ પ્રશ્ન એ છે મોટા વાહનોની પરમિશન 40 ટન હોય જ્યારે નાના વાહનોની 8 કે 15 ટન હોય તો રોડ એકજ છે. તો અસમાનતા કેમ કોઈ પણ વાહનો 100 ટકા રોયલટી આપો 20 વર્ષ પહેલા એવી કોઈપણ પ્રકારની ચોરીના બનાવો ના હતા . અધિકારી ઓ અને નેતાઓ ચોક્કસ કોઈ નિરાકરણ લાવે એ જરૂરી છે.

રાજ્યમાં ચાલતી ગેરકાયદે ખનીજચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ શકય નથી. પરંતુ ટ્રક માંજે પણ ભરવામાં આવે એની રોયલ્ટી 100 ટકા આપવામાં આવે તો ચોરીનો પ્રશ્નજ નથી..

ગુજરાત માં સરકારી વહીવટી તંત્રની લાપરવાહી કે આપણા નેતાઓ અણપઢ છે ? કરોડો રૂપિયાની રોયલટી ની આવક ગુમાવી પડે છે.ખનીજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ નિમયન માટે સુધારો કેમ કરવામાં આવતો નથી. કેમ ચોરી કરવામાં આવે છે ? વાહનો માં કોઈપણ ભરવામાં આવે એની રોયલટી કેમ નીકળતી નથી. સરકાર દ્વારા ચોરી કરવાની ફરજ પડી રહી છે. ગુજરાતમાં સાંસદ કે ધારાસભ્ય કેમ બોલતા નથી.

રાજ્યમાં ચાલતી ગેરકાયદે ખનીજચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમ છતાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે રેત – માઈનિંગ ખનન અને વહન કરવામાં આવતું હતું, જેના ભાગરૂપે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેત અને માઈનિંગ ખનનની કામગીરી વધુ પારદર્શક બનાવવા માટે VTMS સિસ્ટમ વિકસાવવામાં આવી છે.આ સિસ્ટમ થકી રાજ્યમાં રજિસ્ટર લીઝધારકો દ્વારા કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં અને કેટલા વજનના ખનીજનું વહન કરવામાં આવે છે એની નાનામાં નાની માહિતી કચેરીના કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ ખબર પડી જશે. જો કોઈપણ લીઝધારક દ્વારા પરવાના સિવાય કે નિયત વજન કરતાં વધુ માત્રામાં રેત ખનન કે વહન કરવામાં આવ્યું હશે તો VTMSની બાજનજરથી બચી શકાશે નહિ.હવેથી ખનીજ વહન કરતા વાહનોમાં GPRS ફરજિયાત, પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વ્હીકલ્સ ગણાશે અમાન્ય ખનીજ વહન કરતા વાહનોને લઈને મહત્વના સમાચાર છે. જેમાં હવે ખનીજ વહન કરનાર વાહનમાં GPRS ફરજિયાત કરાયુ છે. જેનાં ભાગરૂપે આગામી તા. 30 સપ્ટેમ્બર-2023 પછી પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો ખનીજ વહન માટે અમાન્ય ગણાતા. આગામી તા. 30 સપ્ટેમ્બરથી જીપીએસ બેઝડ વ્હિકલ ટ્રેકિંગ ડિવાઇસ થકી VTMS પોર્ટલ પર નોંધણી ન કરાવનાર વાહનો રાજ્યમાં ખનીજ ખનન કે વાહન તથા સંગ્રહ માટે ગેરકાયદે ગણાશે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં તાજેતરમાં જારી કરાયો હતો પરિપત્ર આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ સુરતમાં આ પ્રકારની પહેલ શરૂ કરવામાં આવી હતી.ખાણ અને ખનીજ વિભાગના રાજ્યના આયુક્ત ડો.ધવલ પટેલે ખનીજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ નિમયન માટે ધી માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ-1957ની જોગવાઇઓમાં વધુ કડક જોગવાઇઓ જારી કરતા એક પરિપત્ર બહાર પાડ્યો હતો. બેલગામ બની ગયેલા ખનીજખોરોને અટકાવવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા લીઝ રિલેટેડ વાહનોને ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર રજિસ્ટર કરી દેવાશે. જેની ડેડલાઈન આગામી તા. 30 સપ્ટેમ્બર નક્કી કરાઈ હતી. સુરતમાં જીપીએસ બેઝ્ડ આ સિસ્ટમ બાદ સરકારે અધિકૃત કરેલા મોડેલ કે એજન્સી મારફત સિસ્ટમ સેટ કરવા જણાવાયું હતું.

વલસાડ જિલ્લામાં કેટલાક વાહન માલિકો માત્ર પેટયું રળતા હોય છે ત્યારે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિમાં મુકાય ગયા છે.હવે ખનીજ વહન કરનાર વાહનમાં GPS ફરજિયાત કરાયુ છે. જેથી રોયલટી ના નીકળતા વાહન માલિકો હાલમાં ઘરે બેસવાનો વખત આવી ગયો છે.

જિલ્લામાં આજે ખનીજ વિભાગની ટીમ દ્વારા ભારે ચેકિંગ કરવામાં આવતા પોલીસ અને બુટલેગરો ની જેમ વાહન ચાલકોની પરિસ્થિતિ થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here